Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, 20 અને 21 નવેમ્બરે ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ સભા ગજવશે

|

Nov 18, 2022 | 3:36 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે.

Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, 20 અને 21 નવેમ્બરે ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ સભા ગજવશે
કોન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોને જવાબદારી સોંપી છે. જેઓ એક પછી એક ગુજરાતના જિલ્લામાં અલગ અલગ ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 20 અને 21 નવેમ્બરે ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરશે.

જે રીતે ભાજપ પોતાનું કેમ્પેઇન અલગ રીતે કરી રહ્યુ છે. ભાજપે પ્રચાર માટે ગુજરાતમાં પુરી તાકાત લગાવી દીધી છે. કેન્દ્રીય નેતાઓની ફોજ હોય કે પછી વડાપ્રધાનની જાતે જ ગુજરાત મુલાકાત હોય સતત પ્લાનિંગ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. લોકોની સમક્ષ ભાજપનું નેતૃત્વ જઇ રહ્યુ છે. અમિત શાહ જ્યાં સુધી ભાજપના તમામ 182 ઉમેદવારના નામ જાહેર થયા ન હતા ત્યાં સુધી ગુજરાતમાં હતા.

આ તમામ નામોની જાહેરાત થયા બાદ તેઓ દિલ્હી ગયા હતા. ફરી એકવાર કેમ્પેઇન માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. 20 અને 21 નવેમ્બરે તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ 20 નવેમ્બરે નિઝર અને ડેડીયાપાડામાં પ્રચાર કરશે. જ્યારે 21 નવેમ્બરે જામખંભાળિયા, કોડીનાર, રાજુલા અને ભુજમાં તેઓ સભા ગજવવાના છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાત ઇલેકશન 2022 : 150 બેઠકને આવરી લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન મોદી મતદાન પહેલા 150 બેઠક પર સત્તા માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે.

ગુજરાત ઇલેકશન 2022 : દિગ્ગજોના ગુજરાતમાં ધામા

ભાજપે ચૂંટણી પ્રચાર માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, બીજેપી સાંસદ હેમા માલિની, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્યને કામ સોંપી દીધુ છે.

Next Article