Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા, જાણો બીજા તબક્કામાં કેટલા ફોર્મ ભરાયા

|

Nov 18, 2022 | 9:48 AM

ગુજરાતમાં આગામી ચૂંટણી (Gujarat Election) બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા, જાણો બીજા તબક્કામાં કેટલા ફોર્મ ભરાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આગળ વધી રહ્યું છે અને દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે. પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બીજા તબક્કામાં ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે.

પ્રથમ તબક્કાની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે. સુરતની 16 બેઠકો માટે 256 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. પ્રથમ તબક્કામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા સહિત અનેક નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ગુજરાત ઇલેકશન 2022 : PMનો 19 નવેમ્બરનો કાર્યક્રમ

ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન ગુજરાતમાં 25 રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે. તેઓ ફરી એકવાર 19મી નવેમ્બરથી ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ધૂંઆધાર પ્રચાર કરવાના છે. પીએમ મોદી દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને વાપીમાં સભાને સંબોધશે. મળતી માહિતી અનુસાર વાપીમાં પીએમ મોદી ભવ્ય રોડ-શો યોજશે. એટલું જ નહિં વાપીમાં વિશાળ રોડ-શો યોજ્યા બાદ વલસાડમાં ભવ્ય સભામાં પણ સંબોધન કરશે. પીએમ મોદીના આ પ્રવાસને લઇ કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Next Article