ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: નર્મદા જિલ્લામાં આમલેથાની નૂતન જ્યોતિ વિદ્યાલય શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોને મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો. નર્મદા જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાના આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય કિશોર સિંહ ખેર તથા શાળાના પરિવાર દ્વારા “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
નર્મદા જિલ્લામાં બે વિધાનસભા બેઠક આવેલી છે, નર્મદા જિલ્લામાં 4,57,403 મતદારો છે, જેમાં નાંદોદ વિધાનસભા માં 2,35,056 મતદારો છે જ્યારે ડેડીયાપાડા વિધાનસભામાં 2,22,674 મતદારો છે, જેમાં ગત ચૂંટણી 2017માં ની જો વાત કરીએ તો ડેડીયાપાડા વિધાનસભામાં 79.47 ટકા મતદાન નોંધાયું હતું, જે જિલ્લાની બંને બેઠકોમાં સૌથી વધુ મતદાન ડેડીયાપાડામાં નોંધાયું હતું. જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો 2012 માં 82.21 ટકા મતદાન સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે રહ્યો હતો.
જ્યારે 2017 વિધાનસભા માં 79.15 ટકા મતદાન થયું હતું, આમ જોવા જઈએ તો આદિવાસી બહુતુલ્ય જિલ્લામાં મતદાનની ટકાવારી ખૂબ વધુ રહેતી હોય તેમ લાગે છે. નર્મદા જિલ્લાની બંને બેઠકોમાં જાતિગત સમીકરણ જોઈએ તો નાંદોદ વિધાનસભામાં 31 ટકા તડવી સમાજના લોકો છે જ્યારે વસાવા સમાજ 30 ટકા ભીલ આદિવાસી 11 ટકા અને પટેલ સમાજ 06 ટકા છે બાકી અન્ય સમાજના લોકો વસે છે.
નાંદોદ વિધાનસભા મતદારોની સંખ્યા આ પ્રમાણે છે
નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ડો.દર્શનાબેન દેશમુખ,કોંગ્રેસમાંથી સીટીંગ ધારાસભ્ય પી ડી વસાવાની ટીકીટ કાપીને યુવા નેતા હરેશ વસાવાને ટીકીટ આપવામાં આવી છે તો BTPમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા ડો.પ્રફુલ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે BTPમાંથી પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશ સરાધ વસાવાને ટિકિટ ફાળવવામાં આવી છે તો ભાજપમાંથી બળવો કરીને આદિજાતિ મોરચાના પ્રદેશના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી છે. જો નાંદોદ બેઠક પર તડવી સમાજ જે બાજુ પોતાનો ઝુકાવ કરે તે પાર્ટી આ બેઠક પરથી વિજેતા જાહેર થઈ શકે છે
જ્યારે ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર 2,22,674 મતદારો છે, જેમાં આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક પર નીચે પ્રમાણે જાતિઓ ડેડીયાપાડા વિધાન સભા
અહીં ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ભાજપે યુવા નેતા હિતેશ વસાવા ઉતાર્યા છે તો ત્યારે કોંગ્રેસે મહિલા સક્ષમ ઉમેદવાર જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે, ત્યારે BTPમાંથી નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે BTP ના પૂર્વ કાર્યકરિણી અધ્યક્ષ કે જેઓ આપમાં જોડાતા ચૈતર વસાવાને ટિકિટ આપી છે, ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આ ચાર પાર્ટીઓ વચ્ચે ખરાખરી નો જંગ જામવાનો છે.
વિથ ઇનપુટ ક્રેડિટ, વિશાલ પાઠક, નર્મદા ટીવી9