Gujarat Election 2022: ક્યાંક સમાજને સાચવવાની તો ક્યાંક ઉમેદવારોને પંપાળવાની પળોજણ, પક્ષે પક્ષે મતિભિન્નાના માહોલ વચ્ચે આ છે રાજકારણની ‘અંદરનીવાત’

|

Nov 15, 2022 | 12:26 PM

2017 માં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ભાજપ 2022 ની ચૂંટણી (Gujarat Election 2022)પહેલા તમામ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી રહ્યું છે સૌરાષ્ટ્રમાં પાટીદાર, ઓબીસી ,કોળી અને જૈન સમાજને ટિકિટ આપ્યા બાદ સથવારા સમાજને ટિકિટ ન મળી હોવાનો ખેદ હતો સથવારા સમાજ સૌરાષ્ટ્રની 11 વિધાનસભા સીટ પર વર્ચસ્વ ધરાવે છે

Gujarat Election 2022: ક્યાંક સમાજને સાચવવાની તો ક્યાંક ઉમેદવારોને પંપાળવાની પળોજણ, પક્ષે પક્ષે મતિભિન્નાના માહોલ વચ્ચે આ છે રાજકારણની અંદરનીવાત
Gujarat Election 2022: 'inside' of politics in the midst of conflict between parties
Image Credit source: TV9 Gujarati GFX

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરજોશમાં જામી છે જો કે આ વખતે ક્યારેય ન જોવા મળ્યા હોય તેવા સમીકરણો ભાજપમાં જોવા મળી રહ્યા છે ટિકિટ ન મળવાને કારણે ભાજપમાં આંતરિક કલેહ તો છે પરંતુ તેની સાથે સાથે ભાજપે જાહેર કરેલા ઉમેદવારને પણ બદલવાની નોબક આવી છે વાત છે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠકની આ બેઠકમાં ભાજપે પહેલા જીજ્ઞા પટેલ નું નામ જાહેર કર્યું હતું જો કે ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ આ બેઠક પરથી જગદીશ મકવાણાનું નામ જાહેર કર્યું છે રાજકીય વિશ્લેષકોની ચર્ચા છે કે ભાજપે આ નામ જાતિગત સમીકરણને આધારે ફરજિયાત પણે બદલાવું પડ્યું છે..

સૌરાષ્ટ્રમાં સથવારા સમાજને સાથે લઈને ચાલવાની ફરજ ?

2017 માં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ભાજપ 2022 ની ચૂંટણી પહેલા તમામ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી રહ્યું છે સૌરાષ્ટ્રમાં પાટીદાર, ઓબીસી ,કોળી અને જૈન સમાજને ટિકિટ આપ્યા બાદ સથવારા સમાજને ટિકિટ ન મળી હોવાનો ખેદ હતો સથવારા સમાજ સૌરાષ્ટ્રની 11 વિધાનસભા સીટ પર વર્ચસ્વ ધરાવે છે જેના કારણે સથવારા સમાજ નારાજ ન થાય તે માટે ભાજપ એ આ દાવ ખીલ્યું હોવાનું સામે આવ્યું છે.

કઈ કઈ બેઠક પર સથવારા સમાજનું વર્ચસ્વ ?

ખંભાળિયા 48000

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

દ્વારકા 36000

જામનગર ગ્રામ્ય 35,000

જામનગર ઉત્તર 15000

જામજોધપુર 11000

મોરબી 31,000

ધાંગધ્રા હળવદ 75000

વઢવાણ 24000

લીંબડી 26,000

ધંધુકા 23,000

બોટાદ 21,000

શું ખંભાળિયા અને જામનગર ગ્રામ્ય બેઠક માટે મોટો દાવ?

ભાજપે સથવારા સમાજને ટિકિટ આપીને સૌરાષ્ટ્રની 11 બેઠકોને અંકે કરવાનો માસ્ટર પ્લાન તો બનાવ્યો પરંતુ તેની સાથે સાથે જામખંભાળિયા બેઠક અને જામનગર ગ્રામ્ય બેઠકને અંકે કરવાનો મોટો દાવ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જામખંભાળિયા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ ચુંટણી લડી રહ્યા છે તો આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈશુદાન ગઢવી પણ આજ બેઠક પર મેદાને ઉતર્યા છે જો ખંભાળિયા બેઠકમાં સથવારા સમાજ નારાજ થાય તો આ બેઠક પર ભાજપના પરિણામ પર અસર પડે સાથે સાથે જામનગર ગ્રામ્ય બેઠકમાં પણ સથવારા સમાજની નારાજગી ઊડીને આંખે વળગે તેવી હતી તેથી જ આ બંને સીટની સાથે સથવારા સમાજને પોતાના તરફ અંગે કરવા માટે ભાજપે આ દાવ ખેલીને કોંગ્રેસ અને આપનું ગણિત બગાડી નાખ્યું છે

ખંભાળિયા બેઠક પર ભાજપ સથવારા ઉમેદવારને ટિકિટ આપી હોત તો વધુ ફાયદો થાત !

રાજકીય સુત્રોનું માનવું છે કે સથવારા સમાજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કિંગ મેકરની ભૂમિકામાં છે જો ખંભાળિયા સીટ પરથી ભાજપે સથવારા ઉમેદવારને મેદાને ઉતાર્યા હોત તો તેની સીધી જ અસર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ બેઠકો પર પડત અને ભાજપને આ જીત વધુ આસાન થઈ જાય જો કે હવે વઢવાણ થી સથવારા સમાજને ભાજપ એ મેદાને ઉતાર્યો છે ત્યારે તેનો કેટલો ફાયદો મળે છે તે તો આગામી પરિણામ જ બતાવશે.

Published On - 12:26 pm, Tue, 15 November 22

Next Article