Gujarat Election 2022: ખેરાલુની સભામાં અમિત શાહે ઉઠાવ્યો ગુજરાતની સુરક્ષાનો મુદ્દો, કહ્યુ- કોંગ્રેસે વોટ બેંક સાચવવા ગુજરાતને રમખાણોની આગમાં ધકેલ્યું હતું

|

Nov 28, 2022 | 2:06 PM

અમિત શાહે (Amit Shah) ગુજરાતની સુરક્ષા મુદ્દે ફરી કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ફક્ત અને ફક્ત પોતાની વોટ બેંક સાચવવા સમગ્ર ગુજરાતને કોમી રમખાણોની આગમાં ધકેલી દીધું હતું, જેના કારણે ગુજરાતનો વિકાસ રૂંધાઇ ગયો હતો.

Gujarat Election 2022: ખેરાલુની સભામાં અમિત શાહે ઉઠાવ્યો ગુજરાતની સુરક્ષાનો મુદ્દો, કહ્યુ- કોંગ્રેસે વોટ બેંક સાચવવા ગુજરાતને રમખાણોની આગમાં ધકેલ્યું હતું
મહેસાણાના ખેરાલુમાં અમિત શાહે સંબોધી સભા

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : મહેસાણાના ખેરાલુમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની સુરક્ષા મુદ્દે ફરી કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ફક્ત અને ફક્ત પોતાની વોટ બેંક સાચવવા સમગ્ર ગુજરાતને કોમી રમખાણોની આગમાં ધકેલી દીધું હતું. જેના કારણે ગુજરાતનો વિકાસ રૂંધાઇ ગયો હતો. વોટ બેંકના રાજકારણને કારણે કોંગ્રેસે ગુજરાતની શાંતિને પીંખી નાખી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન સંભાળ્યા બાદ ગુજરાતમાં રમખાણો અને કફર્યુ ભૂતકાળ બની ગયા. 2002માં ફરી ગુજરાતમાં કોમી દાવાનળ સળગ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં રમખાણો કરનારા તત્વોને એવો પાઠ ભણાવવામાં આવ્યો કે આજે 20 વર્ષ બાદ 2022માં પણ ગુજરાતમાં તોફાનો કરવાની કોઇની હિંમત નથી થતી.

તમારો એક મત આગામી 5 વર્ષ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે-અમિત શાહ

ખેરાલુમાં સભા સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, તમારો એક મત આગામી 5 વર્ષ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. આ મત 2022 માટેનો નહીં પણ 2024 માટેનો હશે. તો વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કર્તા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ઉત્તર ગુજરાતનો ભાગ ડાર્ક ઝોનમાં હતો. જો ભાજપ સરકાર ન આવી હોત તો ઉત્તર ગુજરાત રણ બની જાત. તત્કાલિન કોંગ્રેસ સરકારે નર્મદા ડેમની ઉંચાઈ વધારવા પર પ્રતિબંધ મુક્યો હતો.

કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નહોતા અને હવે કૌભાંડ મળતા નથી–અમિત શાહ

આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નહોતા અને હવે કૌભાંડ મળતા નથી. ચૂંટણી ટાણે કોંગ્રેસિયા નવા કપડા પહેરીને આવી જાય છે. કોંગ્રેસ વોટબેન્કના કારણે આસ્થા કેન્દ્રોના વિકાસ કામ નહોતા કરતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

કોંગ્રેસે વોટબેન્ક માટે ગુજરાતને પીંખી નાખ્યુ–અમિત શાહ

વધુમાં અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને જાય છે. ચૂંટણી સમયે કોંગ્રેસ ઘા પર મીઠુ ભભરાવવાનું કામ કરી રહ્યું છે. કોંગ્રેસે વોટ માટે ગુજરાતને પીંખી નાખ્યુ. પહેલા છાસવારે કર્ફયૂ થતા હતા, ભાજપ સરકારે 2002માં અસામાજીક તત્વોને એવો પાઠ ભણાવ્યો કે હવે ઘરમાં જ ચૂપચાપ બેસી રહે છે. ઉપરાંત ઉમેર્યું કે, ઉતર ગુજરાતને પાણી આપવાનું કામ ભાજપ સરકારે કર્યું.

Next Article