Gujarat Election 2022: ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના બીજો દિવસ 58 બેઠક માટે મંથન, પ્રથમ દિવસે બનાસકાંઠા માટે સૌથી વધુ ચર્ચા થઈ

|

Nov 04, 2022 | 8:28 AM

પ્રથમ દિવસે  સૌથી વધુ  ચર્ચા બનાસકાંઠા (Banaskantha) જિલ્લા માટે થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં સાત પૈકી પાંચ બેઠકો કોંગ્રેસ પાસે છે. આ સાથે જ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની ચર્ચા પૂર્ણ થઈ હતી.

Gujarat Election 2022: ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના બીજો દિવસ 58 બેઠક માટે મંથન, પ્રથમ દિવસે બનાસકાંઠા માટે સૌથી વધુ ચર્ચા થઈ
BJP parliamentary bethak

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં બીજા દિવસે 58 દિવસે બેઠક પર મંથન કરવામાં આવશે. આજે બીજા દિવસે ગાંધીનગર, મહેસાણા, અમરેલી, બોટાદ, ખેડા, નવસારી, ભરૂચ, જામનગરના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે, તો બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે તેવી અમદાવાદ જિલ્લાની 5 બેઠકોના ઉમેદવારો અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવશે.

જે   બેઠકો માટે આજે  ચર્ચા થવાની છે તેમાં જેમાં ગાંધીનગરની 5, મહેસાણા 7 અમરેલી 5 અને બોટાદ 2 બેઠકો પર મંથન કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાની 5, ભાવનગરની 7, ખેડા 6 બેઠકો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પંચમહાલ 5, નવસારી 4, ભરૂચ 5, જામનગર 5 બેઠકોનો સમાવેશ થાય છે.

પ્રથમ દિવસે 47 બેઠક માટે થઈ ચર્ચા

ગત રોજ પ્રથમ દિવસે ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રથમ દિવસે 47 બેઠક પર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં 13 શહેર અને જિલ્લા માટે મંથન કરવામાં આવ્યુ. જેમાં નિરીક્ષકોએ આપેલા 10-10 નામોની યાદી પર ચર્ચા થઈ. અમિત શાહે પ્રદેશ પાર્લામેન્ટરી સાથે અલગથી પણ બેઠક યોજી હતી. કમલમ ખાતે અમિત શાહ મુખ્યમંત્રી અને સી. આર. પાટીલ વચ્ચે પણ બેઠક થઈ હતી. ઉમેદવારોની પસંદગી માટે ભાજપની પ્રથમ દિવસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 47 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ અંગે નિરીક્ષકો તથા જિલ્લાના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પ્રથમ દિવસે  સૌથી વધુ  ચર્ચા બનાસકાંઠા જિલ્લા માટે થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં સાત પૈકી પાંચ બેઠકો કોંગ્રેસ પાસે છે. આ સાથે જ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની ચર્ચા પૂર્ણ થઈ હતી. દક્ષિણ ઝોનમાં ડાંગ, વલસાડ વિધાનસભા બેઠકોની પણ ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે.

સમગ્ર રાજ્યમાં ભાજપમાંથી 4 હજારથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે ટિકિટ માટે મંથન પ્રક્રિયા થોડી મુશ્કેલી વાળી ભાજપ માટે ચોક્કસ બની છે. જો કે ભાજપનું સ્પષ્ટ માનવુ છે કે જેને ટિકિટ આપવામાં આવશે તેની માટે ભાજપ સંગઠન એક જૂથ થઈ કામ કરશે.

 

નોંધ : તમને આ સમાચાર કેવા લાગ્યા અને તેને લઈને શું કહેવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.

 

Published On - 8:27 am, Fri, 4 November 22

Next Article