Gujarat Election 2022: સુરતમા પ્રજાપતિ સમાજનું સંમેલન યોજાયું, સમાજના યુવાનને જીતાડવા હાકલ કરી

|

Nov 26, 2022 | 5:35 PM

ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) હવે ત્રિપાઠીયો જંગ દરેક બેઠક પર જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની કતારગામની બેઠક ઉપર રસાકસી સૌથી વધુ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ બેઠક ઉપર ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વીનુ મોરડીયા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

Gujarat Election 2022: સુરતમા પ્રજાપતિ સમાજનું સંમેલન યોજાયું, સમાજના યુવાનને જીતાડવા હાકલ કરી
સુરતમાં પ્રજાપતિ સમાજના મત કેટલા અસરકારી ?

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: સુરત વિધાનસભા બેઠક ઉપર હવે કાંટાની ટક્કર જોવા મળશે કારણ કે આ મતદાન વિસ્તારમાં પ્રજાપતિ સમાજના મત નિર્ણાયક છે, ત્યારે પ્રજાપતિ સમાજ એ ગઈકાલે એક સંમેલન કરી 10,000 કરતાં વધુ લોકોને એકત્ર કરી પોતાના સમાજના યુવાન કે જે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેને જીતાડવા માટેની હાકલ કરી છે જેને લઈને આ બેઠક ઉપર હવે ભાજપ આપ પાર્ટી અને કોંગ્રેસનો ત્રિપાખીયો  જેમ જોવા મળી રહ્યો છે. અત્યારે સુરતના વરાછા બેઠક અને કામરેજ બેઠક ઉપર પણ કટોકટી જોવા મળી રહી છે જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો રહ્યો છે તેમ તેમ રાજકારણ સુરતની અંદર ગરમાઇ રહ્યું છે અને ગુજરાતની અંદર સૌ લોકોની નજર સુરતની કેટલીક બેઠક ઉપર નજર મંડાઇ રહી છે.

કોંગ્રેસે મધ્યમ વર્ગના પરિવારના યુવક કલ્પેશ વરિયાની પસંદગી કરી હતી

ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં હવે ત્રિપાઠીયો જંગ દરેક બેઠક પર જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની કતારગામની બેઠક ઉપર રસાકસી સૌથી વધુ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ બેઠક ઉપર ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વીનુ મોરડીયા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેવામાં તેમની સામે આમ આદમી પાર્ટીએ પોતાના પ્રદેશ પ્રમુખ એવા ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ વિસ્તારમાં પાટીદાર પછી નિર્ણાયક મત પ્રજાપતિ સમાજના છે. પ્રજાપતિ સમાજ દ્વારા તેમના સમાજના જ યુવકને ટિકિટ આપવામાં આવે તે માટે કોંગ્રેસ અને ભાજપ બંનેને રજુઆત કરવામાં આવી હતી. જે પછી કોંગ્રેસે મધ્યમ પરિવારના યુવક કલ્પેશ વરિયાની પસંદગી કરી હતી.

સુરતના પ્રજાપતિ સમાજના ઉમેદવારની પસંદગી કરવામાં આવી

ગુજરાતમાં 55000 જેટલા પ્રજાપતિ સમાજના લોકો રહે છે. ત્યારે પ્રજાપતિ સમાજ દ્વારા સુરતના કતારગામ વિસ્તારમાં એક સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં તેમના સમાજના ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પરથી પ્રજાપતિ સમાજ કઇ તરફ છે તે સ્પષ્ટ જાણવા મળે છે. સુરતના પ્રજાપતિ સમાજના ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે જેને લઈને સમાજે એક થઈ સમાજના યુવકને જીતાડવા માટેની હાકલ કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોંગ્રેસે પ્રજાપતિ સમાજના યુવકને આ બેઠક પર ઊભો રાખ્યો

બીજી બાજુ પાટીદાર સમાજમાંથી વિનુ મોરડીયા સાથે ગોપાલ ઇટાલીયા આવતા હોવાને લઈને આ બંનેના મત મુજબ વિભાજન થાય અને પ્રજાપતિ સમાજ પોતાના સમાજના યુવકને જો મતદાન કરે તો ચોક્કસપણે કહી શકાય કે કતારગામ બેઠક ઉપર પરિણામ કંઈક અલગ જ જોવા મળી શકે તેમ છે. ભૂતકાળમાં પણ આ બેઠકને લઈને પ્રજાપતિ સમાજે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર અને પ્રજાપતિ સમાજમાંથી પાટીદાર સમાજના યુવકની પસંદગી કરી છે. જ્યારે કોંગ્રેસે પ્રજાપતિ સમાજના યુવકને આ બેઠક પર ઊભો રાખ્યો છે.

Next Article