Gujarat Election 2022 : પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા, માતા હીરાબાને મળ્યા

|

Dec 04, 2022 | 6:32 PM

પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. તેમજ તેવો આવતીકાલે રાણીપ ખાતે મતદાન કરશે. તેમજ અમદાવાદથી સીધા ગાંધીનગર જઇને માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા .

Gujarat Election 2022 : પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા, માતા હીરાબાને મળ્યા
PM Modi Meet Hiraba

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકોનું મતદાન સોમવાર અને 5 ડિસેમ્બરના રોજ યોજવવાનું છે. જેના પગલે ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં મતદાન કરવા પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. તેમજ તેવો આવતીકાલે રાણીપ ખાતે મતદાન કરશે. તેમજ અમદાવાદથી સીધા ગાંધીનગર જઇને માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા .

પીએમ મોદી સોમવારે કરશે મતદાન

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

પીએમ મોદી સવારે 8.30 કલાકે અમદાવાદ સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવતા રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પીએમ મોદીના મતદાનને લઇને રાણીપની નિશાન સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાનને લઇને તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.

ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે, ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે.

અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન

મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદાનને લઈને સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન

મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે.હાલ ચૂંટણી અધિકારીઓ અંતિમ તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે ઉમેદવારો હજુ પણ ડોર ટુ પ્રચાર કરી શકશે. સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ સૌની નજર 8 ડિસેમ્બરના ચૂંટણી પરિણામો પર ટકેલી છે. જેમા જનતા કોના પર મહોર મારી છે અને સીલબંધ EVMમાંથી શું નીકળશે તેના પર રાજકીય પક્ષોા ઉમેદવારોનુ ભાવિ નક્કી થશે.

 

Published On - 5:31 pm, Sun, 4 December 22

Next Article