Gujarat Election 2022: જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર કરોડપતિ ઉમેદવારોનો દબદબો, જાણો કયા ઉમેદવાર પાસે કઇ બેઠક

|

Nov 22, 2022 | 11:11 PM

જામનગર (Jamnagar) પાંચેય બેઠક પર ત્રણ મોટી રાજકીય પાર્ટીના 15 ઉમેદવાર પૈકી 13 ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. એટલે કે તેમના પર કોઈ પણ ગુના નોંધાયેલ નથી. પરંતુ જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંન્ને ઉમેદવારો સામે એક-એક ફોજદારી કેસ હોવાનુ તેમણે દર્શાવેલુ છે.

Gujarat Election 2022: જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર કરોડપતિ ઉમેદવારોનો દબદબો, જાણો કયા ઉમેદવાર પાસે કઇ બેઠક
Jamnagar Crorepati Candidate

Follow us on

જામનગર જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 15 ઉમેદવાર પૈકી અનેક  કરોડપતિ, તો કેટલાક પીઢ અનુભવી, તો કેટલાક નવા યુવા ચહેરા ચૂંટણીના મેદાનમાં છે. જામનગરની પાંચેય બેઠક પર ત્રણેય પક્ષના મોટા ભાગના ઉમેદવાર પર પોલીસ કેસ નોંધાયેલા નોંધાયેલ નથી. માત્ર જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પર એક–એક ફોજદારી ગુનો નોંધાયેલો છે.

ગુજરાત ઇલેકશન 2022 : 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો

જામનગરની પાંચેય બેઠક પર ભાજપ અને આપના ત્રણ યુવાનો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. નવા યુવા ચહેરાઓ જે 35 વર્ષથી ઓછી ઉમરના ઉમેદવારો આ વખતે ચૂંટણીના મેદાનમાં છે. જેમાં જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા, જામનગરની દક્ષિણ બેઠક પર આપના ઉમેદવાર વિશાલ ત્યાગી અને કાલાવડ બેઠક આપના ઉમેદવાર ડો. જીગ્નેશ સોંલકી ચૂંટણીના જંગ લડશે.

ગુજરાત ઇલેકશન 2022 : કરોડપતિ ઉમેદવારો

જામનગરની પાંચેય બેઠક પર ત્રણેય રાજકીય પક્ષોના મોટાભાગના ઉમેદવારો કરોડપતિ ઉમેદવારો છે. 15 ઉમેદવાર પૈકી 12 ઉમેદવારો કરોડપતિ છે. જો કે રીવાબા જાડેજાની પોતાની કુલ સંપતિ 62 લાખ દર્શાવી છે. પરંતુ તેના ક્રિકેટર પતિની સંપતિ 70 કરોડ ઉપરાંતની છે. આમ જોઈએ તો ભાજપના પાંચેય બેઠકના ઉમેદવારો કરોડપતિ છે. જયારે કોંગ્રેસના 4 ઉમેદવાર કરોડપતિ છે. આપના 3 ઉમેદવાર કરોડપતિ છે. જયારે કાલાવડ બેઠક કોંગ્રેસ અને આપના ઉમેદવાર લખપતિ છે. જામનગર દક્ષિણ બેઠકના આપના ઉમેદવાર લખપતિ છે. જામનગરના તમામ ઉમેદવારો પૈકી સૌથી વધુ મિલકત રીવાબા જાડેજા અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની 70 કરોડથી વધુ છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

ગુજરાત ઇલેકશન 2022 : શિક્ષિત ઉમેદવાર

જામનગરની પાંચેય બેઠક પર ભાજપે શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં 5 પૈકી 4 ઉમેદવાર સ્નાતક કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે. એક ઉમેદવાર અન્ડર ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલા છે. કોંગ્રેસના પાંચ પૈકીના 4 ઉમેદવારોએ સ્નાનક કે તેથીનો વધુનો અભ્યાસ કર્યો છે. જેમાં એક ઉમેદવારે ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તો આપની વાત કરવામાં આવે તો બે ઉમેદવાર સ્નાતકથી વધુનો અભ્યાસ કરેલ છે. જેમાં એક તબીબ અને એક વકીલનો સમાવેશ થાય છે. જયારે અન્ય ત્રણ ઉમેદવારોમાં એક ઉમેદવાર ધોરણ 7 પાસ, એક ઉમેદવાર ધોરણ 12 પાસ અને અન્ય એક ઉમેદવારે ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે.

ગુજરાત ઇલેકશન 2022 : ગુના અંગે માહિતી

જામનગર પાંચેય બેઠક પર ત્રણ મોટી રાજકીય પાર્ટીના 15 ઉમેદવાર પૈકી 13 ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. એટલે કે તેમના પર કોઈ પણ ગુના નોંધાયેલ નથી. પરંતુ જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંન્ને ઉમેદવારો સામે એક-એક ફોજદારી કેસ હોવાનુ તેમણે દર્શાવેલુ છે. 15 પૈકીના 2 ઉમેદવાર પાસે લાયસન્સવાળુ હથિયાર હોવાનુ ઉમેદવારે દર્શાવાયુ છે. જે બંન્ને ઉમેદવાર કોંગ્રેસના છે. જામનગર ઉત્તર બેઠકના બીપેન્દ્રસિંહ જાડેજા અને ગ્રામ્ય બેઠકના જીવણ કુંભરવડીયા પાસે લાયસન્સવાળુ હથિયાર છે.

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર ઉત્તર બેઠક કોંગ્રેસના ઉમેદવારની વિગત

બીપેન્દ્રસિંહ જાડેજા

  • જંગમ મિલ્કત 35,98,358
  • સ્થાવર મિલ્કત 6450,000
  • કુલ- 1 કરોડ અંદાજીત

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર ઉત્તર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર

કરશન કરમુર

  •  જંગમ મિલકત 114, 56,732
  • સ્થાવર મિલ્કત 62,00,000
  • કુલ 176,56,732

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર ઉત્તર બેઠક ભાજપના ઉમેદવાર

રિવાબા રવિન્દ્ર જાડેજા

  • જંગમ મિલ્કત – 62,35,693
  • પતિ રવિન્દ્ર જાડેજાની જંગમ મિલકત 37,42,12,039
  • સ્થાવર મિલકત 33,05,00,000
  • કુલ આશરે 70 કરોડ

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર

દિવ્યેશ અકબરી

  • જંગમ મિલકત – 194,67,354
  • સ્થાવર- 55,08,622
  • કુલ – અંદાજે અઢી કરોડ

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર

મનોજ કથિરીયા

  • જંગમ મિલકત – 4,57,84,799
  • સ્થાવર મિલકત- 12,05,03,900
  • કુલ- 16.50 કરોડની મિલકત

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર દક્ષિણ કોંગ્રેસના ઉમેદવાર

વિશાલ ત્યાગી

  • જંગમ મિલકત- 13,10,000

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર કાલાવડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર

પ્રવિણ મુછડીયા

  • જંગમ મિલકત 24,11,000
  • સ્થાવર મિલકત 3,50,000
  • કુલ – 28 લાખ

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર કાલાવડ બેઠકના ભાજપના ઉમેદવાર

મેઘજી ચાવડા

  • જંગમ મિલકત -31,20,220
  • સ્થાવર મિલકત -77,00,000
  • કુલ- અંદાજે 1 કરોડ

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર કાલાવડ બેઠકના આપના ઉમેદવાર

ડો. જીગ્નેશ સોલંકી

  • જંગમ મિલકત- 20,41,202
  • સ્થાવર મિલકત 20,00,000
  • કુલ- અંદાજે 40 લાખ

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર

રાઘવજી પટેલ

  • જંગમ મિલકત – 100,91,722
  • સ્થાવર મિલકત- 2,20,00,000
  • કુલ- 3 કરોડથી વધુ

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર

જીવણ કુંભરવાડીયા

  • જંગમ મિલકત- 1,72,78,389
  • સ્થાવર મિલકત- 4,24,84,940
  • કુલ- 6 કરોડ અંદાજે

ગુજરાત ઇલેકશન 2022 : જામનગર ગ્રામ્ય બેઠકના આપના ઉમેદવાર

પ્રકાશ દોંગા

  • જંગમ મિલકત 22,46,186
  • સ્થાવર મિલકત 3,80,00,000
  • કુલ- 4 કરોડ અંદાજે

ગુજરાત ઇલેકશન 2022 : જામજોધપુરની બેઠકના આપના ઉમેદવાર

હેમંત ખવા

  • જંગમ મિલકત 10,40,297
  • સ્થાવર મિલકત 2,37,93,050
  • કુલ – અંદાજે અઢી કરોડ

ગુજરાત ઇલેકશન 2022 : જામજોધપુર બેઠકના ભાજપના ઉમેદવાર

ચીમન સાપરીયા

  • જંગમ મિલકત – 3,09,73,380
  • સ્થાવર મિલકત. 3,60,06,421
  • કુલ- અંદાજે સાડા છ કરોડ

ગુજરાત ઇલેકશન 2022 : જામજોધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર

ચિરાગ કાલરીયા

  • જંગમ મિલકત- 2,55,80,866
  • સ્થાવર મિલકત – 29,65,859
  • કુલ –અંદાજે પોણા ત્રણ કરોડ.

Published On - 5:33 pm, Tue, 15 November 22

Next Article