Gujarat Election 2022: જીતુ વાઘાણીની ‘હેટ્રિક’ માટે કવાયત! ભાવનગરની પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં જન સંપર્ક શરુ કર્યો

|

Nov 20, 2022 | 11:16 AM

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પૂરજોશમાં પ્રચારની કામગીરીમાં લાગી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ ગુજરાતમાં હાલ પ્રચાર માટે જુદા જુદા વિસ્તારની મુલાકાતે છે.

Gujarat Election 2022: જીતુ વાઘાણીની ‘હેટ્રિક માટે કવાયત! ભાવનગરની પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં જન સંપર્ક શરુ કર્યો
જીતુ વાઘાણીએ લોક સંપર્ક શરુ કર્યો

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પૂરજોશમાં પ્રચારની કામગીરીમાં લાગી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ ગુજરાતમાં હાલ પ્રચાર માટે જુદા જુદા વિસ્તારની મુલાકાતે છે. ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ પર ઉમેદવાર જીતુ વાઘાણીએ પણ પોતાનો પ્રચાર શરુ કરી દીધો છે. તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.

ભાવનગરની પશ્ચિમ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ લોક સંપર્ક કરી રહ્યા છે. છેલ્લી બે ટર્મથી જીતુ વાઘાણી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે. ત્યારે વધુ એકવાર જનતાનો મત જીતવા માટે રેલી યોજી જનસંપર્ક કરી રહ્યા છે. આ વખતે ભાવનગર પશ્ચિમ બેઠકની સીટ પર ત્રિપાંખિયો જંગ હોવાથી રસાકસી જરૂર સર્જાશે. એવામાં રાજ્યના શિક્ષણપ્રધાન એવા જીતુ વાઘાણીએ લોક સંપર્ક કરી મતદારોને રીઝવવા પ્રયત્ન શરૂ કર્યા છે અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Next Article