Gujarat Election 2022: રાજીનામું આપ્યું તે પહેલા મેં કોંગ્રેસ પાસે ટિકિટ પણ માંગી નથી: હિમાંશુ વ્યાસ

|

Nov 05, 2022 | 2:37 PM

હિમાંશુ વ્યાસે (Himanshu vyas) આક્ષેપ કર્યો હતો કે, કૉંગ્રેસના મોટા નેતાઓની આજુબાજુના લોકો કાર્યકર્તાને નેતાઓથી દૂર રાખી રહ્યા છે. સાથે જ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી લડવાનો કોઈ મોહ નથી અને 2022ની ચૂંટણી હું નહીં લડું.

Gujarat Election 2022: રાજીનામું આપ્યું તે પહેલા મેં કોંગ્રેસ પાસે ટિકિટ પણ માંગી નથી: હિમાંશુ વ્યાસ
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હિમાંશુ વ્યાસ પહોંચ્યા કમલમ

Follow us on

હિમાંશુ વ્યાસે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી રાજીનામું આપ્યું છે ત્યારે TV9ની ટીમે હિમાંશુ વ્યાસ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, હિમાંશુ વ્યાસે શા માટે રાજીનામુ આપ્યું હતું. તેમના દ્વારા જાણવા મળ્યું કે, કૉંગ્રેસમાં રાષ્ટ્રીય નેતાઓને મળવું ખુબ જ અઘરૂ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે, કૉંગ્રેસમાં રહી ગૂંગળામણ અનુભવતો હતો અને ચમચાગીરી કરી શકું તેમ નહોંતો. સાથે સાથે હિમાંશુ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે, કૉંગ્રેસના મોટા નેતાઓની આજુબાજુના લોકો કાર્યકર્તાને નેતાઓથી દૂર રાખી રહ્યા છે. સાથે જ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી લડવાનો કોઈ મોહ નથી અને 2022ની ચૂંટણી હું નહીં લડું.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તેમણે  ટિકિટ મુદ્દે જણાવ્યું હતું કે રાજીનામું આપ્યું તે પહેલા મેં કોંગ્રેસ પાસે ટિકિટ પણ માંગી નથી. હિમાશું વ્યાસ કોંગ્રેસમાંથી  રાજીનામું આપ્યા બાદ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેને  પગલે એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં જોડાઈ જશે. નોંધનીય છે કે ચૂંટણી નજીક આવતા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.

જયનારાયણ વ્યાસને ભાજપે બે વાર ટિકિટ આપી: પાટીલ

તેમણે જયનારાયણ વ્યાસજીના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટિકિટ આપી હતી. તેઓ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટિકિટની અપેક્ષા ન હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે. જેને પાર્ટીએ સ્વીકાર્યુ છે. સી.આર. પાટીલે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે, ભાજપ કોઇ પણ નેતાના સગાને ટિકિટ નથી આપવાની.

Next Article