Gujarat Election 2022 : પ્રથમ તબક્કામાં 63.14 ટકા થયુ મતદાન, અનેક દિગ્ગજ ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ

|

Dec 02, 2022 | 11:17 AM

લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આદિવાસીઓ અવ્વલ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દાયકા દરમિયાન સૌથી ઓછું મતદાન થયું છે.

Gujarat Election 2022 : પ્રથમ તબક્કામાં 63.14 ટકા થયુ મતદાન, અનેક દિગ્ગજ ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ
Gujarat Election 1 Phase Voting

Follow us on

ગુજરાત ઈલેક્શન 2022 વોટિંગ :  વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું છે. લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આદિવાસીઓ અવ્વલ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દાયકા દરમિયાન સૌથી ઓછું મતદાન થયું છે. મતદારોના નિરુત્સાહના કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે આ વખતે કુલ 4 લાખ 75 હજાર 228 નવા મતદારો ઉમેરાયા હતા. અને કુલ મતદારોમાં 48 ટકા જેટલા મતદારો તો 18 વર્ષથી 45 વર્ષની વયના હતા. જેના કારણે મતદાન વધશે તેવી આશા હતી. પરંતુ અનેક લોકો લોકશાહીના આ પર્વની ઉજવણીના ભાગીદાર ન બન્યા. જેના કારણે ગત ચૂંટણી કરતા મતદાનમાં મોટો ઘટાડો નોંધાયો.

આ વખતે લોકોએ મતદાનની પેટર્ન પણ બદલી નાખી

આ વખતે લોકોએ મતદાનની પેટર્ન પણ બદલી નાખી. દર વખતે એવું બનતું કે સવારના સમયે અને બપોર બાદ મતદાન વધારે નોંધાતું હતું. પરંતુ આ વખતે સવારના સમયે ખૂબ નિરાશાજનક મતદાન થયું હતું. બપોર સુધી ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોએ લોકોને મતદાન કરાવવા માટે દોડાદોડી કરવી પડી હતી. જેના ઘણા સ્થળે છેલ્લા કલાકોમાં મતદાન ઊંચકાયું હતું.  તેમ છતાં આધુનિક સમયમાં આશા રાખીએ તેના કરતા ખૂબ જ ઓછું મતદાન થયું છે.

તો બીજી તરફ ચૂંટણી પંચને અલગ- અલગ 104 ફરિયાદ મળી છે. EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ, પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન BU 144, 244 CU, 335 VVPAT રીપ્લેસ કરાયા. જ્યારે મતદાનમાં લોકોની નિરસતા પણ જોવા મળી હતી. કુલ 6 ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેમાં નર્મદાના સામોટ, જામનગરના ધ્રાફા અને ભરુચના કેસર ગામમાં એકપણ મત પડ્યો નહોતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઓછા મતદાનથી વધી પક્ષોની ચિંતા

આપને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગત ચૂંટણી કરતા ઓછું મતદાન થયુ છે. તેમાં પણ પાટીદાર સમાજના દબદબાવાળી બેઠક પર ઓછું મતદાન થયુ છે. જો કે સૌરાષ્ટ્ર કરતા દક્ષિણ ગુજરાતમાં મતદાન વધારે થયુ છે. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ મતદાન થયુ છે. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તાપીમાં મતદાન થયુ. 2012માં 69.58 ટકા અને 2017માં 68 ટકા મતદાન રહ્યું હતુ.

Published On - 7:20 am, Fri, 2 December 22

Next Article