Gujarat Election 2022 Exit Poll Results : સૌરાષ્ટ્રમાં ભાજપ મારી શકે છે બાજી, આમ આદમી પાર્ટીના ઉદયની સંભાવના

|

Dec 05, 2022 | 11:28 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો માટેનું બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે .જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઇ શકે છે.તો આમ આદમી પાર્ટીના દાવાઓ ધરાશાયી પણ થઇ શકે છે .આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠક મળી શકે છે.મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યું છે

Gujarat Election 2022 Exit Poll Results : સૌરાષ્ટ્રમાં ભાજપ મારી શકે છે બાજી, આમ આદમી પાર્ટીના ઉદયની સંભાવના
Saurashtra Exit Poll Result

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો માટેનું બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે .જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઇ શકે છે.તો આમ આદમી પાર્ટીના દાવાઓ ધરાશાયી પણ થઇ શકે છે .આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠક મળી શકે છે.મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યું છે. તેવા સમયે એક્ઝિટ પોલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભાજપ મારી શકે છે બાજી.સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકમાંથી ભાજપને 33થી 37 બેઠક મળી શકે છે.જ્યારે કોંગ્રેસને 14થી 18 બેઠક મળી શકે છે.તો આમ આદમી પાર્ટીને 1થી 3 બેઠક મળવાના આસાર છે.જ્યારે અન્યના ખાતે એક બેઠક આવી શકે છે. 2017માં કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો હતો. જો કે પછી કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પાર્ટી છોડી અને ભાજપમાં ભળી ગયા. ત્યારે લાગી રહ્યું છે કે ભાજપને આયાતી ઉમેદવાર ફાવી ગયા છે.

ભાજપને 2017ની પોતાની હારની બાજીને જીતમાં ફેરવી દીધી છે. સૌરાષ્ટ્રમાં ભલે ઓછું મતદાન થયું હોય. પરંતુ આમ આદમી પાર્ટીના કારણે ભાજપ સૌરાષ્ટ્રમાં સફળ થઇ શકે છે. એક્ઝિટ પોલની આગાહી છે.કોંગ્રેસના કેટલાક મજબૂત ઉમેદવાર તો જીતી શકે છે. પરંતુ જ્ઞાતિ સમીકરણના કારણે કોંગ્રેસને લાગી શકે છે ફટકો.તો આમ આદમી પાર્ટીને પણ સૌરાષ્ટ્રમાં ધારી સફળતા નહીં મળે.તેવો એગ્ઝિટ પોલનો દાવો છે. સૌરાષ્ટ્રમાં ભાજપની નીતિ સફળ રહી છે.મતદારોએ ભાજપ પર ભરોસો મુક્યો છે.તેવો દાવો એગ્ઝિટ પોલમાં કરાઇ રહ્યો છે.

જનતાએ મોદીના નામ પર જ મત આપ્યા છે

મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યું છે. જનતાએ મોદીના નામ પર જ મત આપ્યા છે તેવી વાત સાબિત થઇ રહી છે. જેમાં મોદી ફેક્ટરના પર 45. 5 ટકા મત આપ્યા છે. જ્યારે ગુજરાત મોડલના મુદ્દે 19.4 ટકા લોકોએ, કેજરીવાલની મફત યોજના મુદ્દે 7. 2 ટકા અને મોંધવારી અને બેરોજગારી મુદ્દે 27.9 ટકા લોકોએ મતદાન કર્યું છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પરનું મતદાન સમાપ્ત થયું છે. તેવા સમયે ટીવીનાઇનના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. જેમાં 125 -139 બેઠક મળવાનું અનુમાન છે. આ ઉપરાંત આ પોલમાં સીએમ તરીકે કોણ પસંદ છે. તેમાં 68. 5 ટકા લોકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. જ્યારે પરેશ ધાનાણીને 16.2 અને ઇસુદાન ગઢવીને 15.4 ટકા લોકોએ પસંદ કર્યા છે.

Next Article