Gujarat Election 2022 : ગાંધીનગર જિલ્લામાં મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ, 1353 બુથ પર મતદાન

|

Dec 03, 2022 | 11:30 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત બીજા તબક્કામાં ગાંધીનગર જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ 13,26,838 મતદારો નોંધાયેલા છે. જેમના માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કુલ 1353 મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં  કુલ-10,203 કર્મચારીઓ ફરજ બજાવશે

Gujarat Election 2022 : ગાંધીનગર જિલ્લામાં મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ, 1353 બુથ પર મતદાન
Gujarat Election Evm

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત બીજા તબક્કામાં ગાંધીનગર જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ 13,26,838 મતદારો નોંધાયેલા છે. જેમના માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કુલ 1353 મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં  કુલ-10,203 કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સીએપીએફની 32 હાફ સેકશન અને 8 ફુલ સેકશન ટુકડી સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

ખાસ યુવા મતદાન મથક બનાવવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દહેગામમાં 255, ગાંધીનગર(દ)માં 353, ગાંધીનગર(ઉ)માં 242, માણસામાં 265 અને કલોલમાં 238 મળી કુલ 1353 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. આ સાથે જ સમગ્ર જિલ્લામાં કુલ પાંચ આદર્શ મતદાન મથક, પાંચ દિવ્યાંગ મતદાન મથક, પાંચ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, કુલ 35 સખી મતદાન મથક ઉપરાંત ગાંધીનગર(ઉ)માં ખાસ યુવા મતદાન મથક બનાવવામાં આવ્યું છે.

કુલ 157 એસ.ટી. બસોની સુવિધા કરવામાં આવી

જેમાં મતદાન મથકો ખાતે કુલ 1488 પ્રિસાઇડીંગ, 1488 પોલીંગ ઓફિસર-1, 1488 , પોલીંગ ઓફિસર, 2693 મહિલાઓ, 1535 પોલીસકર્મીઓ, 1511 હોમગાર્ડ અને સી.એ.પી.એફ. ની 32 હાફ સેકશન અને 8 ફુલ સેકશન ટુકડીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. મતદાન સ્ટાફને મતદાન મથકે લાવવા- લઇ જવા માટે કુલ 157 એસ.ટી. બસોની સુવિધા કરવામાં આવી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

c-VIGIL પર 67 ફરિયાદ મળી હતી

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે આચાર સંહિતાની 90 ફરિયાદ મળી હતી. જે તમામ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા કુલ 301 પરવાનગીઓ આપવામાં આવી છે. આ સિવાય, જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબર 1950 પર 566 , એન.જી.આર.એસ. પર 204 , કંટ્રોલ રૂમમાં 16 અને c-VIGIL પર 67 ફરિયાદ મળી હતી. જેમનો તાત્કાલિક ઉકેલ લવાયો હતો.

મતદાનના દિવસે મથકો પર અને મતદાન મથકથી 100 મી.ની ત્રિજયાના વિસ્તારમાં મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ જેવાં સંદેશાવ્યવહારનાં સાધનો લઇ જવા અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે મતદાર પોતે કરેલ મતદાન અંગેની વીવીપીએટીની પેપર સ્લીપની ચકાસણી માટે નિયમાનુસાર ચકાસણી કરી શકે છે.

Next Article