AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી બહિષ્કાર કરનારા ખેરાલુ તાલુકાના 4 ગામ આ વખતે પણ નહીં કરે મતદાન, જાણો કારણ

Gujarat assembly election 2022: મતદારોને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. જો કે ચૂંટણી વખતે જ મત માગવા આવી પડતા નેતાઓ સામે કેટલાક સ્થળે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક ગામોમાં લોકો રીતસરના ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે.

Gujarat Election 2022 : તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી બહિષ્કાર કરનારા ખેરાલુ તાલુકાના 4 ગામ આ વખતે પણ નહીં કરે મતદાન, જાણો કારણ
ખેરાલુના ચાર ગામોનો ચૂંટણી બહિષ્કાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 3:19 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયુ છે. ત્યારે હવે રાજકીય પક્ષો બીજા તબક્કાની બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. જો કે ચૂંટણી વખતે જ મત માગવા આવી પડતા નેતાઓ સામે કેટલાક સ્થળે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક ગામોમાં લોકો રીતસરના ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે.

ગુજરાત ઇલેક્શન 2022: પાણીના પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનોમાં રોષ

મહેસાણાના ખેરાલુ તાલુકાના 4 ગામો આ વખતે પણ નહીં કરે મતદાન. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેલા 4 ગામોએ વિધાસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો છે. પાણીના પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયેલો છે. અગાઉ અનેક વાર રજુઆત કરવા છતા પણ તેમની સમસ્યાનો હલ થતો નથી. ત્યારે હવે ગામના તળાવ સંપૂર્ણ ન ભરાય અને રૂપેણ નદી જીવંત ન થાય ત્યાં સુધી મતદાન ન કરવાનો ગ્રામજનોએ સંકલ્પ લીધો છે. જે ચાર ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તેમાં વરેઠા, ડાવોલ, મહેકુબપુરા અને ડાલીસણાનો સમાવેશ થાય છે. આ ચાર ગામોએ એક પણ રાજકીય પક્ષને મત નહીં આપવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત ઇલેક્શન 2022: પ્રથમ તબક્કામાં પણ કેટલાક ગામે કર્યો ચૂંટણી બહિષ્કાર

પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ 1625 મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાબત નીતિવિષયક હોઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં ગ્રામજનો મતદાનથી દૂર રહ્યા હતા.

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">