Gujarat Election 2022: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

|

Nov 06, 2022 | 1:23 PM

ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણીના (Election 2022) માહોલમાં જનતા પણ કયા પક્ષને જીતાડવો તે સમજી ગઈ છે અમે એક મહિના પછી બહુમતી સાથે સરકાર બનાવીશું.

Gujarat Election 2022: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી
ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી

Follow us on

આગામી ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ત્યારે કેટલાકના નામ રાજકીય પક્ષ જાહેર કરે છે તો કેટલાક ઉમેદવારો જાતે જ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરતા હોય છે આવા મુરતિયાઓમાં કોંગ્રેસ નેતા ભરતસિંહનો પણ સમાવેશ થયો છે. કોંગ્રેસ જો મોટા માથાને ચૂંટણીમાં ઉતારવા માગે તો ભરતસિંહ સોલંકીને પેટલાદ બેઠક માટે ટિકીટ મળે તેવી શકયતા છે. આણંદ જિલ્લાના પેટલાદમાં હાલમાં નિરંજન પટેલ સિટીંગ ધારાસભ્ય છે.

પત્રકાર પરિષદમાં કર્યા ભાજપ ઉપર આકરા પ્રહાર

ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણીના માહોલમાં જનતા પણ કયા પક્ષને જીતાડવો તે સમજી ગઈ છે અમે એક મહિના પછી બહુમતી સાથે સરકાર બનાવીશું. રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જનતા જનાર્દન આ વખતે પ્રજા બધી જ બાબતોને સારી રીતે જાણે છે. રાજકીય પક્ષ તરીકેની અમારી ભૂમિકા સાચી વાત રજૂ કરવાની છે. માટે જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે તહોમતનામું મૂકી રહી છે. જનતાના સહકારથી અમે એક મહિના પછી સરકાર બનાવીશું, ત્યારે પ્રજાને યોગ્ય સાબિત થવા માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.

દરમિયાન કોંગ્રેસે વિવિધ સ્થળે સંભવિત ઉમેદવાર જાહેર કરતા કેટલાક સ્થળોએ  નારાજગી પણ વ્યક્ત  થઈ રહી છે.  માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડણી સામે નારાજગી જોવા મળી છે. આ નારાજગી વ્યક્ત કરતા વંથલી શહેર અને તાલુકાના હોદેદારોએ સામૂહિક રાજીનામા આપ્યા છે અને હજુ અન્ય તાલુકાઓમાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતાઓ છે. નારાજગી વ્યક્ત કરતા  કાર્યકરોએ  કોંગ્રેસ કાર્યાલયમાં રામધૂન  બોલાવીને  26 હોદેદારો સહિત કાર્યકરોએ જિલ્લા મંત્રીને રાજીનામું આપ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દક્ષિણ ગુજરાતમાં ખરાખરીનો જંગ

દક્ષિણ ગુજરાતની 35 વિધાનસભા બેઠકો પર ખરાખરીનો જંગ જામશે. જેમાં આદિવાસી, દરિયાઈ પટ્ટી અને સુરત શહેરની બેઠકો મહત્વની ગણાય છે. ગુજરાત કોંગ્રેસે 35 પૈકી 13 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

બાકીની બેઠકોના કોંગ્રેસના સંભવિત નામો આ પ્રમાણે છે.

148 નાંદોદ(ST) પીડી વસાવા, હરેશ વસાવા 149 ડેડીયાપાડા(ST) બિટીપી ગઠબંધન (ગઠબંધનના થાય તો રાજેશ વસાવા અથવા તો જેરમાબેન વસાવા) 150 જંબુસર- સંજય સોલંકી(સીટીંગ), સંદીપ માંગરોળા 151 વાગરા- સુલેમાન પટેલ, શકીલ અકુજી, રાજેન્દ્રસિંહ રાણા 152 ઝઘડિયા(ST) બિટીપી ગઠબંધન (ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા) 153 ભરૂચ- જયકાન્ત પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, ડૉ વનરાજસિંહ માહિડા 154 અંકલેશ્વર- મગનભાઈ પટેલ(માસ્ટર), વલ્લભભાઈ પટેલ, અનિલ ભગત 156 માંગરોળ(સુરત)- હરીશ વસાવા, અનિલ ચૌધરી, જગતસિંહ વસાવા (નટવરસિંહ વસાવા) 157 માંડવી(સુરત)- આનંદ ચૌધરી (સીટીંગ) 159 સુરત પૂર્વ- અસલમ સાયકલવાલા, ફિરોઝ મલેક, નશીમ કાદરી 160 સુરત ઉત્તર- હસમુખ દેસાઇ, નૈશધ દેસાઇ, અશોક અધેવાડા 162 કરંજ- અશોક સાતપડા આહિર, ભારતીબેન પટેલ, (અશ્વિન જસાણી) 163 લિંબાયત- ચંપાલાલ બોથરા, ગોપાલ પાટીલ 164 ઉધના- ધનસુખ રાજપુત, સુરેશ સોનવણે, હરીશ સુર્યવંશી 165 મજુરા- મયંક પટેલ, બળવંત જૈન, અનુપ રાજપૂત 168 ચોર્યાસી- કાન્તીભાઇ પટેલ, જયેશ પટેલ, પવન મિશ્રા 171 વ્યારા(ST)- પુનાજી ગામીત (સીટીંગ) 172 નિઝર (ST)- સુનિલ ગામીત (સીટીંગ) 175 નવસારી- નિરવ નાયક, દિપક બારોટ, એડી પટેલ 177 વાંસદા(ST)- અનંત પટેલ (સીટીંગ) 178 ધરમપુર(ST)- કિશન પટેલ, કલ્પેશ પટેલ 179 વલસાડ- ગિરીશ દેસાઈ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ

Published On - 1:07 pm, Sun, 6 November 22

Next Article