Gujarat Election 2022: વિવિધ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં લાગ્યા, કોઈએ બાઇક રેલી કાઢી તો કોઈ પગપાળા મતદારો સુધી પહોંચ્યા

|

Nov 20, 2022 | 5:17 PM

અમદાવાદના (Ahmedabad) બાપુનગર બેઠકના ઉમેદવાર દિનેશ કુશવાહ પણ પોતાની જીત માટે પોતાના બનતા પ્રયાસ કરી રહ્યા છે. એક કાર્યકરમાંથી ઉમેદવાર બનતા તેમનામાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Gujarat Election 2022: વિવિધ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં લાગ્યા, કોઈએ બાઇક રેલી કાઢી તો કોઈ પગપાળા મતદારો સુધી પહોંચ્યા
બાપુનગર વિસ્તારમાં ઉમેદવારોનો પ્રચાર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભા 2022 ની ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આ જંગમાં જીત મેળવવા માટે વિવિધ પાર્ટીઓના ઉમેદવારો જંગી પ્રચાર કરી રહ્યા છે. વિધાનસભા 2022 ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ કે અન્ય પાર્ટી જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો ઉમેદવારો પણ પોતાની જીત માટે પ્રચાર કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. આવી જ રીતે ભાજપના બાપુનગર બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક પક્ષોએ પોતાની જીત માટે જનસંપર્ક શરુ કરી દીધો છે.

ગુજરાત ચૂંટણી 2022: ભાજપના ઉમેદવારે કાઢી બાઇક રેલી

અમદાવાદના બાપુનગર બેઠકના ઉમેદવાર દિનેશ કુશવાહ પણ પોતાની જીત માટે પોતાના બનતા પ્રયાસ કરી રહ્યા છે. એક કાર્યકરમાંથી ઉમેદવાર બનતા તેમનામાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારથી તેઓ ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારથી તેઓએ પ્રચાર શરૂ કરી દીધો. જેમાં તેઓ દરરોજ અલગ અલગ કાર્યક્રમ રાખી લોકો વચ્ચે જઈને લોકોનો વિશ્વાસ જીતી રહ્યા છે. તેમજ પ્રજાલક્ષી કામ કરવા ખાતરી આપી રહ્યા છે.

20 નવેમ્બરે એટલે કે આજે બાપુનગર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહે વિશાળ બાઇક રેલી કાઢી લોકો વચ્ચે ગયા હતા. જે રેલી દરમિયાન ભાજપ ઉમેદવારે બેઠક તેમની જ હોવાનું જણાવી જંગી લીડ સાથે જીત થશે તેવું ઉમેદવાર અને ભાજપના નેતાનું નિવેદન છે. તેમજ કોર્પોરેશન ચૂંટણીમાં બાપુનગરમાં ભાજપે વધુ વોર્ડ સિરે કરતા તે સમયે જ કોંગ્રેસને જવાબ મળી ગયાનું પણ જણાવ્યું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસના ઉમેદવારનો પગપાળા પ્રચાર

બીજી તરફ બાપુનગર બેઠક પર ગત ટર્મના વિજેતા અને ધારાસભ્ય એવા કોંગ્રેસના હિમતસિંહ પટેલ પણ જંગી પ્રચારમાં લાગ્યા છે. જ્યાં એક તરફ ભાજપ ઉમેદવાર બાઇક રેલી કાઢી જીપમાં સવાર રસ્તે ફરી રહ્યા છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર હિમતસિંહ પટેલ પગપાળા કરી લોકો વચ્ચે ઘરે ઘરે જઈને લોકોને મળી પ્રચાર કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસના કામ બોલે છે માટે લોકો તેમને મત અપાવી જીત અપાવશે તેવી આશા વ્યક્ત કરી છે.

બાપુનગર બેઠક પર AIMIM ના ઉમેદવાર શાહનવાઝ પઠાણ પણ હતા. જોકે તેઓએ કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને ટેકો આપવા શાહનવાઝે ફોર્મ પાછું ખેંચ્યું, જેનાથી એક રસ્તો સાફ થયો છે અને હવે બાપુનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરી જંગ જામી છે.

Next Article