AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કુતિયાણામાં 25 વર્ષ બાદ ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતારી, બે ટર્મથી NCPના કાંધલ જાડેજા છે ધારાસભ્ય

કુતિયાણા બેઠક પર આશ્ચર્યજનક ફેક્ટર સામે આવ્યુ છે. આ બેઠક પર પહેલા રમેશ ઓડેદરાનું નામ ચાલતુ હતુ. જો કે હવે મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે.

Gujarat Election 2022: કુતિયાણામાં 25 વર્ષ બાદ ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતારી, બે ટર્મથી NCPના કાંધલ જાડેજા છે ધારાસભ્ય
ઢેલીબેન ઓડેદરાImage Credit source: Tv9 Gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 4:03 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે 160 બાદ વધુ 6 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. પોરબંદરના કુતિયાણા બેઠક પર ભાજપે 25 વર્ષ બાદ મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કુતિયાણાથી ભાજપે ઢેલી ઓડેદરાને ટિકિટ આપી છે. ત્યારે ભાજપ કાર્યાલય પર કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારે જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કુતિયાણા બેઠકની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી NCPના કાંધલ જાડેજા ધારાસભ્ય છે. આ વખતે ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આમ કુતિયાણા બેઠક પર આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે.

ગુજરાત ઇલેકશન 2022 : કુતિયાણા બેઠક પર આશ્ચર્યજનક ફેક્ટર

કુતિયાણા બેઠક પર આશ્ચર્યજનક ફેક્ટર સામે આવ્યુ છે. આ બેઠક પર પહેલા રમેશ ઓડેદરાનું નામ ચાલતુ હતુ. જો કે હવે મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર NCPમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડતા હોય છે. કાંધલ જાડેજાનું રાજ્યસભાની ચૂંટણી હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તેમનું ભાજપ તરફી વલણ રહેતુ હોય છે. ત્યારે ભાજપે આ વખતે મહિલા ઉમેદવારને આ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે આ બેઠક પર જે ટફ ફાઇટ હતી તે હવે એકતરફી થઇ ગઇ છે. આ બેઠક પરનું સમીકરણ હવે ખૂબ જ રસપ્રદ બની રહેશે.

ગુજરાત ઇલેકશન 2022 : આજે જાહેર કરેલા છ ઉમેદવારોના નામ

મહત્વનું છે કે ભાજપે પહેલી યાદીમાં 160 બાદ આજે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ભાવનગર પૂર્વ, ધોરાજી, દેવભૂમિદ્વારકાની ખંભાળિયા, પોરબંદરની કુતિયાણા, નર્મદાની ડેડિયાપાડા અને સુરતની ચોર્યાસી બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ભાવનગર પૂર્વમાં ભાજપે વિભાવરી દવેનું પત્તુ કાપીને સેજલ પંડ્યાને ટિકિટ આપી છે. જ્યારે ભાળિયાથી મૂળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયાને ટિકિટ આપી છે. દેડિયાપાડાથી હિતેશ વસાવા અને ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">