Gujarat Election 2022 : સુરતમાં યોગી આદિત્યનાથની સભા પૂર્વે ભાજપનો બુલડોઝર પર બેસી ચૂંટણી પ્રચાર

|

Nov 17, 2022 | 6:31 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પ્રચાર જોર શોર થી કરી રહ્યા છે. તેવા સમયે સુરતના ચોર્યાસી બેઠક વિસ્તારમાં આવતા ગોડાદરા વિસ્તારની અંદર કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર લઈ અને ગોડાદરા વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા

Gujarat Election 2022 : સુરતમાં યોગી આદિત્યનાથની સભા પૂર્વે ભાજપનો બુલડોઝર પર બેસી ચૂંટણી પ્રચાર
Surat Buldozer Prachar

Follow us on

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પ્રચાર જોર શોર થી કરી રહ્યા છે. તેવા સમયે સુરતના ચોર્યાસી બેઠક વિસ્તારમાં આવતા ગોડાદરા વિસ્તારની અંદર કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર લઈ અને ગોડાદરા વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અને આવતીકાલે સુરતની અંદર યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથ આવી રહ્યા છે તેમની સભામાં લોકોને આમંત્રણ પણ આ બુલડોઝરમાં બેસીને લોકોને અપીલ કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં પ્રચાર ઝુંબેશમાં ભાજપ સાત દિગ્ગજ નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરવાના છે તે સુરત શહેરમાં આવતીકાલે એકી સાથે સાત થી આઠ મોટા દિગ્ગજ નેતા છે. જેમાં બે સીએમ અને એક ડેપ્યુટી સીએમ સહિતના નેતાઓ અલગ અલગ વિધાનસભાની અંદર પોતાની સભા સંબોધશે. ત્યારે આ સ્ટાર પ્રચારક ની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિનાથ જેમને લોકો બુલડોઝર બાબા તરીકે પણ ઓળખે છે કારણ કે યુપીની અંદર જે રીતે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું ત્યારબાદ ભાજપના કોઈપણ પબ્લિસિટી માટેની જ્યારે વાત આવતી હોય ત્યારે બુલડોઝર ની વાત સામે આવતી હોય છે.

Gujarat Assembly Election 2022 : સુરત શહેરમાં ચોર્યાસી બેઠક ની અંદર આવતા ગોડાદરા વિસ્તારની અંદર આવતીકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવી રહ્યા છે ત્યારે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે સભામાં લોકોને આમંત્રણ આપવા માટે અલગ અલગ બુલડોઝર ની અંદર બેસીને ભાજપના કાર્યકર્તાઓ ગોડદરા વિસ્તારના અલગ અલગ વિસ્તારો ની અંદર પ્રચાર કર્યો હતો સાથે આવતીકાલે યોગી આદિત્યનાથ જ્યારે સુરત આવી રહ્યા છે તો તેમની સભાની અંદર લોકોને આમંત્રણ પણ પાઠવ્યું હતું કારણ કે યોગી આદિત્યનાથને લોકો બુલડોઝર બાબા તરીકે પણ ઓળખે છે ત્યારે અનોખી રીતે પ્રચારની સાથે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સુરતના ચોર્યાસી બેઠકની વાત કરીએ તો ચોર્યાસી બેઠક ઉપર હિન્દી ભાષી લોકોનું ભારે બહુમત જોવા મળી રહ્યું છે તે મતદારોને રીઝવવા માટે શુકવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવી રહ્યા છે ત્યારે સુરતના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે બુલડોઝર મારફતે પ્રચાર શરૂ કર્યો હતો. બુલડોઝર ઉપર ભાજપના મહિલા કાર્યકર્તાઓ સહિત લોકો બેસીને અલગ અલગ વિસ્તારની અંદર પ્રચાર કર્યો હતો.

Published On - 6:31 pm, Thu, 17 November 22

Next Article