Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલે હીરાના વેપારીઓ પર ઓળઘોળ થતા કરી દીધી ભારત રત્ન આપવાની વાત, જાણો શા માટે કર્યું આ નિવેદન !

|

Nov 29, 2022 | 10:19 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી : અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જીત મેળવવાનો દાવો કર્યો છે. સુરતમાં કેજરીવાલે કહ્યું કે સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની 7થી 8 બેઠક આવી રહી છે, મહત્વનું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લાગતું હતું કે ભાજપને સુરતમાં ફટકો પડશે, પરંતુ ભાજપને સુરતે જ સત્તા સોંપી હતી. એટલું જ નહીં કેજરીવાલે લખીને આપ્યું કે ગોપાલ ઈટાલિયા મોટા માર્જિનથી જીત મેળવશે.

Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલે હીરાના વેપારીઓ પર ઓળઘોળ થતા કરી દીધી ભારત રત્ન આપવાની વાત, જાણો શા માટે કર્યું આ નિવેદન !
અરવિંદ કેજરીવાલનો સુરતમાં ચૂંટણી પ્રચાર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022 : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે  સુરત  ખાતે  જણાવ્યું હતું કે ગુજરાતના સુરતના હીરાના વેપારીઓ અને જ્વેલર્સને દેશની અર્થવ્યવસ્થામાં તેમના યોગદાન બદલ ભારત રત્નથી નવાજવા જોઈએ. સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી તથા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ગત રોજ હીરાના વેપારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ તેમણે હીરાની ઘંટી પર બેસીને સમગ્ર કામકાજ અંગે માહિતી મેળવી હતી. ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનના ગણથરીના કલાકો અગાઉ કેજરીવાલે એવું નિવેદદન આપ્યું હતું કે ભારચત સરકારે હીરાના વેપારીઓને ભારત રત્ન પુરસ્કારથી નવાજવા જોઇએ. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે સુરતમાં ડાયમંડ પોલિશિંગ યુનિટની મુલાકાત લીધી અને વેપારીઓ અને કામદારો સાથે તેમની સમસ્યાઓ સમજવા માટે વાતચીત કરી.

ગુજરાત ચૂંટણી 2022: હીરાના વેપારીઓનું દેશના વિકાસમાં આગવું પ્રદાન: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે આ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે આજે મોટી સંખ્યામાં હીરાના વેપારીઓ અને કામદારો અહીં હાજર છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે તમે માત્ર દેશનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ છો. વિશ્વના એક તૃતીયાંશ હીરાનું ઉત્પાદન અને નિકાસ સુરતમાંથી થાય છે. તમે હીરા બનાવો છો, પણ મારી નજરમાં તમે બધા હીરા છો. કેજરીવાલે વધુમાં કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે હીરાના વેપારીઓને સરકાર દ્વારા કામ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  તેમણે ઉમેર્યું હતું કે  આવી  કોઈ સમસ્યા ન હોવી જોઈએ,  કારણ કે મારા મતે સુરતના હીરાના વેપારીઓ અને જ્વેલર્સને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. કારણ કે તેઓ દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છે  અને દેશ માટે આટલું સારું કામ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે દરેક જગ્યાએ વેપારીઓને ધમકાવવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે અને છેડતી કરવામાં આવી રહી છે. કેજરીવાલે કહ્યું કે, જો AAPને સત્તામાં લાવવામાં આવે છે, તો ગુજરાતના ઉદ્યોગપતિઓને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) ની મદદથી સસ્તી અને મફત જગ્યાની ઍક્સેસ મળશે જેથી તેઓને વધારે ભાડું ચૂકવવું ન પડે.

કેજરીવાલે કહ્યું કે AAP ની સરકાર  આવશે તો  એ સુનિશ્ચિત કરશે કે ઉદ્યોગપતિઓને તેમની જરૂરિયાત મુજબ લોન મળે. તેમણે કહ્યું કે પાર્ટી વેપારીઓ સાથે છેતરપિંડી કરવાના કેસને અટકાવવા માટે ખાસ કાયદો લાવશે. કેજરીવાલે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને એટલો જટિલ બનાવી દીધો છે કે લોકો માટે બિઝનેસ કરવો મુશ્કેલ બની ગયો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગુજરાત ઇલેક્શન 2022 : ગુજરાતમાં  આપને મળશે સારી બેઠકો

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જીત મેળવવાનો દાવો કર્યો છે. સુરતમાં કેજરીવાલે કહ્યું કે સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની 7થી 8 બેઠક આવી રહી છે, મહત્વનું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લાગતું હતું કે ભાજપને સુરતમાં ફટકો પડશે, પરંતુ ભાજપને સુરતે જ સત્તા સોંપી હતી. એટલું જ નહીં કેજરીવાલે લખીને આપ્યું કે ગોપાલ ઈટાલિયા મોટા માર્જિનથી જીત મેળવશે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

વિથ ઇનપુટ ક્રેડિટ: પીટીઆઇ

Published On - 9:50 am, Tue, 29 November 22

Next Article