Gujarat Election 2022 : અમદાવાદના અમરાઈવાડીમાં વૃદ્ધ દંપતીએ ઘરે બેસીને બેલેટ પેપરથી મતદાન કર્યું

|

Nov 28, 2022 | 5:56 PM

ગુજરાતમાં લોકશાહીનો અવસર આ વખતે અનેક લોકો માટે ખાસ બની રહ્યો છે. વયોવૃદ્ધ કે દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અન્વયે BLO અને તેમની ટીમ મત કુટિર અને પોસ્ટલ બેલેટ સાથે ઘરે પહોંચે છે. અને નક્કી કરાયેલા મતદારોના ઘરે જ ટેમ્પરરી મતદાન મથક ઉભું કરવામાં આવે છે. અને ત્યાં મતદાર પોસ્ટલ બેલેટથી ગુપ્ત મતદાન કરે છે.

Gujarat Election 2022 : અમદાવાદના અમરાઈવાડીમાં વૃદ્ધ દંપતીએ ઘરે બેસીને બેલેટ પેપરથી મતદાન કર્યું
Ahmedabad Ballot Paper Voting

Follow us on

ગુજરાતમાં લોકશાહીનો અવસર આ વખતે અનેક લોકો માટે ખાસ બની રહ્યો છે. વયોવૃદ્ધ કે દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અન્વયે BLO અને તેમની ટીમ મત કુટિર અને પોસ્ટલ બેલેટ સાથે ઘરે પહોંચે છે. અને નક્કી કરાયેલા મતદારોના ઘરે જ ટેમ્પરરી મતદાન મથક ઉભું કરવામાં આવે છે. અને ત્યાં મતદાર પોસ્ટલ બેલેટથી ગુપ્ત મતદાન કરે છે. જ્યાં પારદર્શિતા જળવાય માટે ઘર બેઠા મતદાનમાં ઝોનલ ઓફિસર સાથે તેમની ટીમ ઉપરાંત સુરક્ષા માટે પોલીસ તેમજ વીડિયોગ્રાફી માટે કેમેરામેન પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે.

જેમાં અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના 80 થી વધુ વયના શારિરીક રીતે અશક્ત પંડયા દંપતિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ હર્ષોલ્લાસની લાગણી સાથે ચૂંટણીપંચનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં શારિરીક રીતે અશક્ત હોવાના કારણે મતદાન મથક સુધી પહોંચવા અન્ય પર નિર્ભર રહેવું પડતું. આજે ઘર બેઠા મતદાનની સુવિધા મળતા આનંદ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ જિલ્લામાં દિવ્યાંગ અને અશક્ત વયોવૃદ્ધ મતદાતાઓ માટે શરુ થયેલ ધરે બેઠા મતદાનની પહેલના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી પંચ દ્રારા અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના રહેવાસી 85ની વયના બિપિન ચંદ્ર પંડ્યા અને 82ની વયના અરુણાબેન પંડ્યાના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું..

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

અરુણાબેનને કમર અને પગના ભાગમાં ગંભીર તકલીફ હોવાના કારણે તેઓ વોકરના સહારે ચાલે છે. જ્યારે બીપીનચંદ્રના ઘૂંટણમાં તકલીફ હોવાથી વધારે અંતર સુધી ચાલવામાં તેઓ પણ તકલીફ અનુભવે છે. જેઓને છેલ્લા કેટલાક વર્ષથી બુથ પર જઈને મતદાન કરવામાં હાલાકી પડે છે. ત્યારે આ દંપતીની શારિરીક અક્ષમતા જોતા ચૂંટણી તંત્ર દ્વારા તેમને ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી‌. સમગ્ર મતદાન પ્રક્રિયાને ગુપ્ત અને પારદર્શક રીતે અનુસરવામાં હતી‌. અમરાઇવાડી વિધાનસભા બેઠક પર ઝોનલ ઓફિસર અને BLO ની ટીમ દ્વારા 55 વયોવૃદ્ધ અશક્ત લોકોનું પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઘરે બેસીને મતદાન કરવા કરવા માટે તંત્ર ને 2261 સિનિયર સીટીઝન અને 139 દિવ્યાંગ લોકોએ અરજી કરી હતી. જે અરજી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસ થી આ પ્રક્રિયા ચાલી રહી છે. જે ચૂંટણી પંચની આ નવી પહેલ થી મતદારો અને તેમના પરિવારજનો ખુબ ખુશીની લાગણી અનુભવે છે. તેમજ મતદાન બુથ સુધી જવામાં અક્ષમ્ય હોઈ તેઓ કોઈ મુશ્કેલી વગર ઘર બેઠા મત આપી લોકશાહીને મજબૂત કરવામાં તેમનું અનેરુ યોગદાન પૂરું પાડી રહ્યા છે.

Published On - 5:55 pm, Mon, 28 November 22

Next Article