Gujarat election 2022 : ભાજપના 11 ઉમેદવારો જંગી મતોથી જીત્યા, પક્ષ પલટો કરનારા 10 ઉમેદવારો જીત્યા, તો 02 ઉમેદવારો હાર્યા પણ ખરા

|

Dec 09, 2022 | 12:22 PM

Gujarat election 2022 : સૌથી ઓછુ મતદાન થયું હોય તેવી તમામ 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં ગાંધીધામ, ગરબાડા, કરંજ, ગઢડ઼ા, નરોડા, ધારી, અમરાઈવાડી, ફતેપુરા, સાવરકુંડલા અને ઉધના બેઠકનો સમાવેશ થાય છે.

Gujarat election 2022 : ભાજપના 11 ઉમેદવારો જંગી મતોથી જીત્યા, પક્ષ પલટો કરનારા 10 ઉમેદવારો જીત્યા, તો 02 ઉમેદવારો હાર્યા પણ ખરા
Gujarat election 2022 : ભૂપેન્દ્ર પટેલ, CM (file)
Image Credit source: File Photo

Follow us on

Gujarat election 2022 :  વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 11 ઉમેદવારોએ એક લાખ કરતા વધુ મતના અંતરથી વિજય મેળવ્યો છે. જેમાં ઘાટલોડિયા બેઠકથી ભુપેન્દ્ર પટેલ, ચોર્યાસી બેઠકથી સંદીપ દેસાઈ સહિત બે ઉમેદવારોએ 1 લાખ 50 હજાર વધુ મતની લીડથી જીત મેળવી છે. જ્યારે, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ડૉ. દર્શિતા શાહ, ફતેસિંહ ચૌહાણ, અમિત શાહ, પૂર્ણેશ મોદી, ભરત પટેલ, યોગેશ પટેલ અને બાબુસિંહ જાદવે 1 લાખથી વધુ મતની લીડથી જીતનો પરચમ લહેરાવ્યો છે.

ભાજપના 11 ઉમેદવારોની 1 લાખથી વધુ મતથી જીત

1) ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા 1 લાખ 92 હજાર 263 મત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2) સંદીપ દેસાઈ, ચોયાર્સી 1 લાખ 81 હજાર 846 મત

3) હર્ષ સંઘવી, મજુરા 1 લાખ 16 હજાર 675 મત

4) મુકેશ પટેલ, ઓલપાડ 1 લાખ 15 હજાર 136 મત

5) ડૉ. દર્શિતા શાહ, રાજકોટ પશ્ચિમ 1 લાખ 05 હજાર 975 મત

6) ફતેસિંહ ચૌહાણ, કાલોલ 1 લાખ 05 હજાર 410 મત

7) અમિત શાહ, એલિસબ્રિજ 1 લાખ 04 હજાર 496 મત

8) પૂર્ણેશ મોદી, સુરત પૂર્વ 1 લાખ 04 હજાર 312 મત

9) ભરત પટેલ, વલસાડ 1 લાખ 3 હજાર 776 મત

10) યોગેશ પટેલ, માંજલપુર 1 લાખ 754 મત

11) બાબુસિંહ જાધવ, વટવા 1 લાખ 46 મત

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું હાલત થઈ છે. પક્ષ પલટો કરવો આ નેતાઓને ફળ્યો છે કે પછી જનતા તરફથી જાકારો મળ્યો છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ભગાભાઈ બારડ, રાજેન્દ્ર રાઠવા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, જેવી કાકડિયા, જીતુ ચૌધરી, અક્ષય પટેલની જીત થઈ છે.જ્યારે, જવાહર ચાવડા અને અશ્વિન કોટવાલની હાર થઈ છે.

પક્ષપલટો કરનારા જીતેલા 10 ઉમેદવારો

1) હાર્દિક પટેલ, વિરમગામ, 51, 707 સરસાઈ

2) અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ, 1,34,051 સરસાઈ

3) ભગાભાઈ બારડ, તાલાળા, 20055 સરસાઈ

4) રાજેન્દ્ર રાઠવા, છોટાઉદેપુર, 29,450 સરસાઈ

5) પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા, 9431 સરસાઈ

6) રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય, 47,500 સરસાઈ

7) કુંવરજી બાવળિયા, જસદણ, 16,172 સરસાઈ

8) જેવી કાકડિયા, ધારી, 8717 સરસાઈ

9) જીતુ ચૌધરી, વલસાડ, 1,03,776 સરસાઈ

10) અક્ષય પટેલ, કરજણ, 26,112 સરસાઈ

પક્ષપલટો કરનારા હારેલા 02 ઉમેદવારો

1) જવાહર ચાવડા, માણાવદર, 3453 સરસાઈ

2) અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા, 1664 સરસાઈ

ઓછું મતદાન છતાં ભાજપની જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન થયું હોય તેવી તમામ 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં ગાંધીધામ, ગરબાડા, કરંજ, ગઢડ઼ા, નરોડા, ધારી, અમરાઈવાડી, ફતેપુરા, સાવરકુંડલા અને ઉધના બેઠકનો સમાવેશ થાય છે. આ એવી બેઠકો છે જેની પર મતદાન ઓછું થયું હતું જેના કારણે ભાજપની હાર થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું..પરંતુ, આ તમામ બેઠકો પર ભાજપની સારા માર્જિનથી જીત થઈ છે.

Published On - 11:22 am, Fri, 9 December 22

Next Article