Gujarat Election 2022 : ઉમેદવાર જાહેર કરવા મુદ્દે કોંગ્રેસની ‘થોભો અને રાહ જુઓ’ ની નીતિ, આજે ફરી સ્ક્રીનિંગ કમિટીની મળશે બેઠક

|

Nov 02, 2022 | 12:42 PM

અગાઉની સ્ક્રિનિંગ બેઠકમાં 98 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા હોવા છતાં ઉમેદવારની જાહેર કરી નથી. ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે ત્યાર બાદ જ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે.

Gujarat Election 2022 : ઉમેદવાર જાહેર કરવા મુદ્દે કોંગ્રેસની થોભો અને રાહ જુઓ ની નીતિ, આજે ફરી સ્ક્રીનિંગ કમિટીની મળશે બેઠક
Gujarat Congress

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ત્રીજી નવેમ્બરે તારીખો જાહેર થાય તેવી સંભાવના છે.  સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. 3 નવેમ્બરે બપોરના સમયે ચૂંટણી પંચ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. આ બધાની વચ્ચે દરેક રાજકીય પાર્ટીઓએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પણ તેજ કરી છે.  આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપ સેન્સની પ્રક્રિયા બાદ ઉમેદવારોને લઈ મંથન કરી રહી છે. તો કોંગ્રેસ પણ હવે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી રહી છે.

98 બેઠકો પર કોંગ્રેસે નામો નક્કી કરી લીધા હોવાની ચર્ચા

ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસ નેતાઓએ ફરી દિલ્લીમાં ધામા નાખ્યા છે. જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા દિલ્લી પહોંચ્યા છે. મહત્વનું છે કે, આજે ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. અગાઉની સ્ક્રિનિંગમાં બાકી રહેલ ઉમેદવારોના નામો પર આજે મંથન થશે. હાલ 98 બેઠકો પર કોંગ્રેસે નામો નક્કી કરી લીધા હોવાની ચર્ચા છે. માહિતી મુજબ 2 દિવસીય સ્ક્રીનિંગ કમિટી બાદ 4 નવેમ્બરથી સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક મળશે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

મહત્વનું છે કે, અગાઉની સ્ક્રિનિંગ બેઠકમાં 98 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા હોવા છતાં ઉમેદવારની જાહેર કરી નથી. ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે ત્યાર બાદ જ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. એટલે કે હાલ કોંગ્રેસની ઉમેદવાર જાહેર કરવા મુદ્દે થોભો અને રાહ જુઓની નિતી જોવા મળી રહી છે.

Next Article