Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકોટ ખાતે સાત જિલ્લાની ચૂંટણી તૈયારીની સમીક્ષા કરી

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં(Gujarat)આ વર્ષે યોજનારી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ(Election Commission)પણ તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટ(Rajkot)ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

Gujarat Assembly Election 2022 : કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકોટ ખાતે સાત જિલ્લાની ચૂંટણી તૈયારીની સમીક્ષા કરી
Rajkot Election Review Meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 9:26 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં(Gujarat)આ વર્ષે યોજનારી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ(Election Commission)પણ તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટ(Rajkot)ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર  હ્રીદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા.

આ બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે ચૂંટણીપંચના સભ્યઓ તેમજ અન્ય જિલ્લા કલેકટરઓ અને પોલીસ અધિક્ષકઓને આવકાર્યા હતા. આ બેઠકમાં રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, જામનગર કલેકટર સૌરભ પારધી, મોરબી કલેકટર જી.ટી.પંડ્યા, દેવભૂમિ દ્વારકા કલેકટર મુકેશ પંડ્યા, બોટાદ કલેકટર બીજલ શાહ, સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ અને કચ્છ જિલ્લાના કલેકટર દિલીપ રાણા તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, બોટાદ પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. આમાં 40 બેઠકો અનામત છે. અનુસૂચિત જાતિ (SC) માટે 13 બેઠકો અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 27 બેઠકો અનામત છે. જો 2017ની ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી અને સરકાર બનાવી. ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બે સીટ ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા અને એક એનસીપીને ગઈ, જ્યારે અપક્ષોએ ત્રણ સીટો જીતી.

પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?
Video : રસ્તા પરની આ 3 લાઇન વિશે જાણી લો, નહીં થાય તમારું એક્સિડન્ટ

રાજ્યમાં આયોજિત વિશેષ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પછી 10 ઓક્ટોબર 2022 ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. આ મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયેલા છે. તેમાં 1417 ટ્રાન્સજેન્ડર મતદારો પણ સામેલ છે. કુલ મતદારો પૈકી 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 સ્ત્રી મતદારો નોંધાયેલા છે. આ વખતે કુલ 11,62,528 નવા મતદારો નોંધાયા છે.

g clip-path="url(#clip0_868_265)">