પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણાંમંત્રી પી.ચિદમ્બરમ ગુજરાત પ્રવાસે, સરકાર બદલવા ગુજરાતીઓને અપીલ

Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે અલગ-અલગ પ્રોફેશન સાથે સંકળાયેલ મતદાતાઓને આકર્ષવા કોંગ્રેસે પરીસંવાદ યોજ્યો. દેશના પૂર્વ ગૃહમંત્રી અને નાણામંત્રી પી.ચિદમ્બરમે રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો, તબીબો, પ્રોફેસર અને વકીલો સહિતના પ્રોફેશનલ્સને સંબોધિત કર્યા.

પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણાંમંત્રી પી.ચિદમ્બરમ ગુજરાત પ્રવાસે, સરકાર બદલવા ગુજરાતીઓને અપીલ
પી.ચિદમ્બરમ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 08, 2022 | 11:48 PM

ગુજરાત પ્રવાસે આવેલ અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી પી. ચિદમ્બરમે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી મોરબી દુર્ઘટનાના ભોગ બનેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ચિદમ્બરમે જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. મને આશા છે કે હાઈકોર્ટ આ પ્રશ્નો અને અન્ય પ્રશ્નો પણ ઉઠાવશે અને જવાબો મેળવશે. સૌથી ચોંકાવનારી ઘટના એ છે કે રાજ્ય સરકાર વતી કોઈએ પણ આ દુર્ઘટના માટે માફી માંગી નથી. જવાબદારી સ્વીકારીને કોઈએ રાજીનામું આપ્યું નથી. આટલી ભયાનક દુર્ઘટના પછી કોઈ માફી નહીં અને કોઈ રાજીનામું નહીં તે ગુજરાતની જનતા માટે વધુ શરમજનક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે.

ગુજરાતમાં ભાજપ સરકાર 1998થી સતત સત્તામાં છે. છેલ્લા છ વર્ષમાં, તેના શાસનમાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલી નાંખ્યા છે – જે મુખ્યમંત્રીઓની કામગીરી પર સ્પષ્ટ આરોપ છે. અને 2023 માં ભૂપેન્દ્ર પટેલને પણ સત્તા પરથી ઉતારી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં મુખ્યમંત્રીઓને બદલવા માટેનું કારણ એકદમ સરળ છે. ગુજરાતનું શાસન ગાંધીનગરથી નહીં, દિલ્હીથી ચાલે છે. ગુજરાતનું શાસન નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રી દ્વારા નહીં, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાતમાં ઊંચો વિકાસ, સમૃદ્ધિ અને સામાજિક સમરસતાના ભ્રમ પાછળ એવી કદરૂપી હકીકતો છે જે ચાલાકીથી છુપાવાયા હોવાના આક્ષેપો ચિદમ્બરમે કર્યા.

ગુજરાતનો જીડીપી માઇનસમાં:ચિદમ્બરમ

ભાજપ જ્યાં એક તરફ રાજ્યનો GDP દર શ્રેષ્ઠ હોવાના દાવા છે ત્યારે પૂર્વ નાણામંત્રી અને અર્થશાસ્ત્રી પી.ચિદમ્બરમે આંકડાઓ આપી સ્પષ્ટ કર્યું કે 20221માં ગુજરાતનો જીડીપી દર -1.9 રહ્યો છે. આંકડાઓ પર નજર કરવામાં આવે તો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વર્ષ              જીડીપી

2017-18     10.7%

2018-19      8.9%

2019-20     7.3%

2020-21     -1.9

કોંગ્રેસે આપેલ આંકડાઓ મુજબ 2017 બાદ ગુજરાતનો જીડીપી દર સતત ઘટી રહ્યો છે. સાથે જ રાજ્યના જાહેર દેવાના આંકડાઓ પણ જાહેર કરતા જણાવ્યું કે 2020-21માં રાજ્યનું કુલ દેવું રૂ 2,98,810 કરોડનું હતું જે રાજ્યની જીડીપીના 18.04 ટકા હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2022માં ગુજરાત રાજ્યના માથે કુલ રૂપિયા 4.02,785 કરોડની જવાબદારીઓ છે.

સરકાર બદલવા માટે મત આપે ગુજરાત: ચિદમ્બરમ

કામદારો, મહિલાઓ, બેરોજગારી સાહિતના આંકડાઓ આપતા ચિદમ્બરમે જણાવ્યું કે તમને કેટલાક ઉદાહરણો આપ્યા છે જે બતાવવા માટે કે કેવી રીતે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી માયાજાળ પાછળ, કેટલી બધી ભયાનક વાસ્તવિકતાઓ છુપાયેલી છે. કોઈપણ સરકાર – અને કોઈપણ પક્ષ – જો ચૂંટણી હારવાનો ડર હોય તો જ તે લોકો માટે જવાબદાર અને તેને ઉત્તરદાયી બની રહેશે. તેથી જ તમામ પરિપક્વ સંસદીય લોકશાહીમાં, લોકો દર થોડા વર્ષો પછી અથવા થોડા સમય પછી સરકારને બદલે છે. છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી એક જ સરકાર હોવાને કારણે ગુજરાતે ઘણું સહન કર્યું છે. તેથી જ સરકારને લાગે છે કે તે લોકો માટે જવાબદાર નથી. મોરબીની દુર્ઘટના પછી જવાબદારીનો સંપૂર્ણ અભાવ તેનું એક માત્ર સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતની જનતાને મારી અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો’.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">