Gandhinagar: CM બાદ હવે ભાજપ પાર્ટી પ્રમુખ પાટીલની ડિનર ડિપ્લોમસી, ચૂંટણીની રણનીતિ મુદ્દે થઈ શકે છે ચર્ચા

વિધાનસભા સત્રને હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે ડિનર દરમિયાન વિધાનસભા સત્રની કાર્યવાહી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા થઇ શકે છે. ભાજપમાં આગામી સમયમાં કેટલા કાર્યકરો જોડાવાના છે. તેને લઇને પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

Gandhinagar: CM બાદ હવે ભાજપ પાર્ટી પ્રમુખ પાટીલની ડિનર ડિપ્લોમસી, ચૂંટણીની રણનીતિ મુદ્દે થઈ શકે છે ચર્ચા
C. R. Patil ( File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 12:53 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ (BJP) પણ પ્રચાર-પ્રસાર અને રણનીતિના આયોજનના મૂડમાં જોવા મળી રહી છે. ભાજપ હોય કે કોંગ્રેસ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત સપ્તાહમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને થયેલી ડિનર ડિપ્લોમસી (Dinner Diplomacy )બાદ હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) પણ ડિનરનું આયોજન કર્યુ છે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને ભોજન માટે આમંત્રણ અપાયું છે. તો ધારાસભ્ય ઉપરાંત સંગઠનના હોદ્દાદારો પણ ડિનર માટે હાજર રહેશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આજે રાત્રે ડિનરનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ઘરે રાત્રી ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યુ છે. વિધાનસભા સત્રને હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે ડિનર દરમિયાન વિધાનસભા સત્રની કાર્યવાહી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા થઇ શકે છે. ભાજપમાં આગામી સમયમાં કેટલા કાર્યકરો જોડાવાના છે. તેને લઇને પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપ એક ઓપન ફોરમ હોવાથી તેમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાવાની શક્યતા છે. ત્યારે આ અંગે ચર્ચા કરવામાં આવશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મહત્વનું છે કે ગત સપ્તાહમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પણ ડિનર ડિપ્લોમસી યોજાઇ હતી. જેમાં ભાજપના મોટા નેતાઓ , ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. દર વખતે ચૂંટણી સમયે આ પ્રમાણેની ડિનર ડિપ્લોમસીનું રાજકીય પક્ષો દ્વારા આયોજન કરવામાં આવતુ હોય છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પણ 25 માર્ચના રોજ ડિનર ડિપ્લોમસી યોજી હતી. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો, અગ્રણી નેતાઓ અને વિવિધ જિલ્લાના આગેવાનોને આમંત્રણ આપ્યુ હતુ. જેમાં ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-

Ahmedabad: શહેરની સુરક્ષાની ચિંતા રાખતા AMCના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના કપાળે ચિંતાની કરચલી, 50થી પણ વધુ વાહનોની કંપનીએ સર્વિસ ન કરી આપતા બંધ હાલતમાં

આ પણ વાંચો-

Ahmedabad: નારણપુરામાં રોડ કપાત મુદ્દે સ્થાનિકોનો વિરોધ બન્યો ઉગ્ર, સ્થાનિકોએ પત્રિકા છપાવી લોકોને આંદોલનમાં જોડાવા અપીલ શરૂ કરી

g clip-path="url(#clip0_868_265)">