Dahod: આદિવાસી વોટબેંક અંકે કરવા કોંગ્રેસની કવાયત, રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીનો પ્રારંભ કરાવશે

|

May 12, 2022 | 2:49 PM

જગદીશ ઠાકોરે (Jagdish Thakore) ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ(BJP) સરકાર આદિવાસી સમાજના અધિકારો છીનવાના પ્રયાસો કરતી હોવાથી કોંગ્રેસ (Congress) સત્યાગ્રહ રેલી યોજી કોગ્રેસ મતદારો પાસે જશે.

Dahod: આદિવાસી વોટબેંક અંકે કરવા કોંગ્રેસની કવાયત, રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીનો પ્રારંભ કરાવશે
Rahul Gandhi - File Photo

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. હવે કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) 10 મે એટલે કે આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે. તેમના દાહોદના કાર્યક્રમને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે દાહોદમાં 10મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં આદિવાસી સત્યાગ્રહ રેલીનો પ્રારંભ થશે. આદિવાસી સંમેલનને (Tribal Convention) રાહુલ ગાંધી સંબોધશે

જગદીશ ઠાકોરે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ સરકાર આદિવાસી સમાજના અધિકારો છીનવાના પ્રયાસો કરતી હોવાથી કોંગ્રેસ સત્યાગ્રહ રેલી યોજી કોગ્રેસ મતદારો પાસે જશે. પંચમહાલ અને છોટાઉદેપુર સહીત આદિવાસી બેઠકોના સાંસદ અને ધારાસભ્યો સાથે 10મેના રોજ રાહુલ ગાંધી કરશે દાહોદમાં બેઠક કરવાના છે. ત્યારબાદ સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી પ્રશ્નો પણ સાંભળશે.

10મેના દિવસે કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીગુજરાતની મુલાકાતે આવશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી વિશાળ આદિવાસી સંમેલનને સંબોધશે. રાહુલ ગાંધીની મુલાકાત લઈને કાર્યક્રમની તૈયારીઓ માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીત ચાવડા સહીતના નેતાઓ દાહોદ એપીએમસી ખાતે જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રુપરેખા નક્કી કરી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ઉપરાંત દાહોદ વિધાનસભાના ધારાસભ્ય વજેસિંહ પણદા , દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા , દાહોદ જિલ્લા પોલીસ અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત કરી હતી. જેમાં 10 મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધશે. જેમાં 1.50 લાખ જેટલી જનમેદનીને રાહુલ ગાંધી સંબોધન કરશે. દાહોદ જીલ્લા સહિત પંચમહાલ અને મહીસાગર , છોટા ઉદેપુર સહિતના કાર્યકર્તાઓ આ જાહેર સભામાં હાજર રહેશે.

મહત્વનું છે કે ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આદિવાસી વોટબેંક મેળવવા દાહોદમાં રાજકીય પક્ષો સંમેલન અને સભાઓ કરાવાનું આયોજન બનાવી રહ્યા છે. 20 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદમાં સંમેલન કરી ચુક્યા છે. જે બાદ કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ દાહોદમાં જ કોંગ્રેસની બેઠક કરવાની યોજના બનાવી હતી. ત્યારે હવે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને પગલે ગુજરાતના સ્થાનિક નેતાઓ જ આ કાર્યક્રમને આગળ વધારશે.

Published On - 2:26 pm, Mon, 9 May 22

Next Article