AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ફરી આ કોંગ્રેસ નેતાનો છલકાયો ભાજપ પ્રેમ, ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો ?

એક તરફ વિધાનસભા ચૂંટણી (Gujarat Election) નજીક આવી રહી છે, તેમ-તેમ કોંગ્રેસના નેતાઓ પણ ભાજપની નજીક આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

Gujarat Election 2022 : ફરી આ કોંગ્રેસ નેતાનો છલકાયો ભાજપ પ્રેમ, ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો ?
Congress MLA Ambarish Der
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 11:23 AM
Share

એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly election)લઈને રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત છે.આ બધાની વચ્ચે વધુ એક કોંગ્રેસ નેતાનો ભાજપ પ્રેમ છલકાયો છે.ભાવનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) સન્માન કાર્યક્રમમાં અમરીશ ડેર (MLA Ambarish Der)હાજર રહ્યા.ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યની ભાજપ કાર્યક્રમમાં હાજરીથી રાજકીય માહોલ ગરમાયો છે.સાથે જ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં (BJP) જોડાશે તેવી એટકળોએ હાલ વેગ પકડ્યો છે.

અમરીશ ડેરનો ભાજપ પ્રેમ કોંગ્રેસ માટે નુકશાનકારક

આ પહેલીવાર નથી કે જ્યારે અમરીશ ડેરનો ભાજપ પ્રેમ ઉડીને આંખે વળગ્યો હોય.આ પહેલા ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે( CR Paatil)એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને (Ambarish Der) લઈને કરેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતુ.સી. આર. પાટીલે અમરેલીના બાબરીયાધારના સમુહ લગ્નમાં કહ્યું હતું કે, મારા પક્ષના ઘણાં લોકો અમરીશ ડેરના મિત્રો છે. અમે અમરિશ ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે. સાથે જ પાટીલે હસતા હસતા કહ્યું હતું કે, ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે.

જેમાં સી.આર.પાટીલના નિવેદન બાદ અમરીશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે. તેમણે જે કહ્યું હશે તે જવાબદારી પૂર્વક કહ્યું હશે. આ ઉપરાંત મુકેશ પટેલ સાથેની મુલાકાત મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મુકેશ પટેલ મારા મિત્ર છે એટલે મુલાકાત થઈ હતી.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">