Botad : કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા નથી, પણ ટિકીટ મળવાની આશાએ આ નેતાઓએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો

|

Sep 26, 2022 | 9:53 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) જેમ- જેમ નજીક આવતી જાય છે તેમ- તેમ રાજકીય પક્ષની ગતિવિધિ પણ વધતી જોવા મળે છે.

Botad : કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા નથી, પણ ટિકીટ મળવાની આશાએ આ નેતાઓએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો
Congress Party

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) આડે હવે માત્ર થોડા સમય છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હજુ કોંગ્રેસ (Congress)  પાર્ટીમાં સ્ક્રીનીગ સમિતિમાં (Screening Committee) ઉમેદવારોના નામ પર મહેર લાગવાની બાકી છે, તે પહેલા જ વિધાનસભા ચૂંટણીના સંભવિત દાવેદાર મનહર પટેલ (manhar patel) અને રમેશ મેર દ્રારા સાથે કર્યો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.

મોંઘવારી સહિતના મુદ્દાઓ પર મતદારોને રીઝવવા મથામણ

બોટાદ વિધાનસભાબેઠક પર જીત મેળવવા કોંગ્રેસ દ્રારા પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે  નિવેદન આપ્યું છે કે કોગ્રેસ પક્ષ જેને પણ ટીકીટ આપે અમે સાથે રહી કામ કરશું તેવું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ- જેમ નજીક આવતી જાય છે તેમ- તેમ રાજકીય પક્ષની ગતિવિધિ પણ વધતી જોવા મળે છે.

મહત્વનું છે કે,બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ બંને વિધાનસભા ચૂંટણીમાં (Assembly ELection) સંભવિત દાવેદાર છે. ત્યારે બંનેએ  એક જ સ્થળ પર થી કાર્યકરો સાથે  ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે . જેમાં મોંઘવારી સહિતના મુદા ઉઠાવ્યા છે.  કોગ્રેસ પક્ષમાં હજુ ઉમેદવારનું નામ જાહેર થયું નથી પણ તેમ છતાં ટિકીટ મળવાની આશાએ ઉમેદવારે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્ક્રીનીગ સમિતિમાં ઉમેદવારના નામ પર મહોર

પ્રદેશ ઇલેક્શન સમિતિમાં રજૂ કરાયેલા અહેવાલાના આધારે સ્ક્રીનીગ સમિતિમાં ઉમેદવારની પસંદગી પર મહોર લાગશે. મહત્વનું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની (Screening Committee)  બેઠક મળશે. જેમાં પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે.

કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની પ્રકિયા કરી તેજ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે.જે માટે પ્રદેશ ઇલેક્શન સમિતિના સભ્યોને જિલ્લા અને શહેરના દાવેદારોની જવાબદારી આપી છે.21 થી 23 સપ્ટેમ્બર સુધી તેઓ દાવેદારોનો અભિપ્રાય લેશે.આ સાથે જિલ્લા તાલુકા શહેર કોંગ્રેસ મુખ્ય આગેવાનોના પણ અભિપ્રાય લેવામાં આવશે. તો વિધાનસભાના (Gujarat Assembly) જ્ઞાતી સમિકરણ અને દાવેદારોની સ્થિતિ ક્યા પ્રકારની રહેશે તે અંગે પણ તાગ મેળવવામાં આવશે.બાદમાં તમામ જિલ્લા તાલુકા અને વિધાનસભાની સેન્સનો અહેવાલ પ્રદેશ ઇલેક્શન સમિતિમાં રજુ કરવામાં આવશે.

Published On - 9:52 am, Mon, 26 September 22

Next Article