Tv9 Exclusive : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પંજો લહેરાવવા દાવેદારો તૈયાર, વાંચો આ રહી 32 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી

|

Oct 29, 2022 | 11:02 AM

ગત વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. જો કે આ વખતે રાજકીય સમીકરણો બદલાતા સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે.

Tv9 Exclusive : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પંજો લહેરાવવા દાવેદારો તૈયાર, વાંચો આ રહી 32 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી
Gujarat Congress

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોને ઉતારવા જહેમત આદરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં કોંગ્રેસ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. આ બધાની વચ્ચે Tv9 ગુજરાતી પાસે કોંગ્રેસની ઉત્તર ગુજરાતના સંભવિત ઉમેદવારોની યાદી આવી છે.

 12 જેટલા ધારાસભ્યો રિપીટ થવાની શકયતા

જો 2017વિધાનસભા ચૂંટણીના ઉત્તર ગુજરાતના પરિણામ વાત કરીએ તો કુલ 32 વિધાનસભા બેઠકમાંથી 14 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, તો કોંગ્રેસને 17 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે વડગામની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. તો  બાય ઈલેક્શનમાં પણ કોંગ્રેસે દબદબો જાળવી રાખતા 3 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જો કે આ વખતે રાજકીય સમીકરણો બદલાયા છે. છેલ્લા 5 વર્ષમાં અહીંથી 4 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો હતો. ત્યારે આ વખતે કથળતી સ્થિતિ વચ્ચે મહતમ બેઠકો હાંસલ કરવાના લક્ષ્ય સાથે કોંગ્રેસે જીતી શકે તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપી શકે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ બેઠક પર નવા ચહેરાને મળી શકે છે તક

માહિતી મુજબ ઉત્તર ગુજરાતના 12 જેટલા ધારાસભ્યો રિપીટ થવાની શકયતા છે. જેમાં સી જે ચાવડા ગાંધીનગર ઉત્તરના બદલે વિજાપુર બેઠકથી લડી શકે છે. તો ધાનેરા, પાલનપુર, દિયોદર, બેચરાજી, માણસા અને બાયડ માં સીટીંગના બદલે અન્યને પણ ચાન્સ મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે.  તો કાંકરેજ બેઠક પરથી જગદીશ ઠાકોરના ભાઈ અમરતજી ઠાકોરને ટિકિટ મળે તેવી સંભાવના છે.

વિધાનસભા બેઠક –  સંભવિત ઉમેદવાર

  • 7 – વાવ : ગેનીબેન ઠાકોર  (સીટીંગ)
  • 8- થરાદ : ગુલાબસિંહ રાજપૂત  (સીટીંગ)
  • 9- ધાનેરા : નાથાભાઇ ચૌધરી પટેલ (સીટીંગ), જોઇતાભાઈ પટેલ
  • 10- દાંતા (ST) : કાંતિભાઈ ખરાડી (સીટીંગ), વાલકીબેન પારઘી
  • 11- વડગામ (SC) : જીગ્નેશ મેવાણી  (સીટીંગ)
  • 12- પાલનપુર :મહેશ પટેલ (સીટીંગ), રવીરાજ ગઢવી, રાજુભાઇ જોશી
  • 13- ડીસા : ગોવાભાઈ રબારી, નરસિંહ રબારી
  • 14- દિયોદર : શિવાભાઈ ભુરિયા(સીટીંગ), ભરત વાઘેલા, અનિલ માળી
  • 15- કાંકરેજ :અમરતજી ઠાકોર, ભૂપતજી ઠાકોર, સી વી ઠાકોર
  • 16- રાધનપુર : રઘુભાઈ દેસાઈ (સીટીંગ)
  • 17- ચાણસ્મા : ચેહુજી ઠાકોર, દિનેશ ઠાકોર, રમેશ ઠાકોર
  • 18- પાટણ :કિરીટ પટેલ (સીટીંગ)
  • 19- સિધ્ધપુર : ચંદનજી ઠાકોર (સીટીંગ)
  • 20- ખેરાલુ : મુકેશ દેસાઇ (ચૌધરી), જગતસિંહ ડાભી,
  • 21- ઉંઝા : અરવિદ પટેલ, પીન્કીબેન પટેલ
  • 22- વિસનગર : કિરીટ પટેલ, જીતુ ચૌધરી, રામાજી ઠાકોર
  • 23- બેચરાજી : ભરતજી ઠાકોર (સીટીંગ), જીએમ પટેલ, ભોપાજી ઠાકોર
  • 24- કડી(SC) : રમેશ ચાવડા (પૂર્વ ધારાસભ્ય) પ્રવિણ પરમાર
  • 25- મહેસાણા : ડૉ રાજુભાઇ પટેલ, ભાવેશ પટેલ, કનકસિંહ ઝાલા
  • 26- વિજાપુર : સીજે ચાવડા (સીટીંગ બેઠક બદલવાનો પ્રયત્ન)
  • 27- હિંમતનગર : કમલેશભાઈ પટેલ, લાલસિંહ રાઠોડ
  • 28- ઇડર ( SC) :  રામભાઈ સોલંકી, નિરુબેન પંડ્યા
  • 29- ખેડબ્રહ્મા (ST) : તુષાર ચૌધરી, રાજુભાઈ દ્રોણ
  • 30 ભિલોડા (ST) : રાજન ભાગોર, રાજેન્દ્ર પારઘી
  • 31 મોડાસા : રાજેન્દ્રસિંહ ઠાકોર (સીટીંગ)
  • 32 બાયડ : જશુભાઈ પટેલ (સીટીંગ), મહેન્દ્રસિંહ વાઘેલા
  • 33 પ્રાંતિજ : બેચરસિંહ, ભગવતસિંહ ઝાલા
  • 34 દહેગામ : કામિનીબા રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), વખતસિંહ ચૌહાણ, કાળુસિંહ વિહોલા
  • 35  ગાંધીનગર (ઉત્તર ) :  નિશિત વ્યાસ, વિરેન્દ્રસિંહ વાઘેલા
  • 36 ગાંધીનગર (દક્ષિણ) :  હિમાંશુ પટેલ
  • 37 માણસા : સુરેશ પટેલ (સીટીંગ), બાબુજી ઠાકોર
  • 38 કલોલ : બળદેવજી ઠાકોર (સીટીંગ)

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત છે, જો કે આ વખતે પાટીદાર આંદોલન નથી, તો હાર્દિક પટેલ સહિતના દિગ્ગજ પાટીદાર નેતાઓએ હાથનો સાથ છોડી કેસરિયા કર્યા છે, ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો ઉત્તર ગુજરાતની કેટલી બેઠકો પર લહેરાશે તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.

Published On - 10:58 am, Sat, 29 October 22

Next Article