જામનગર દક્ષિણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયાનું મતદારો સમક્ષ અનોખુ સોગંધનામુ

|

Nov 29, 2022 | 10:27 PM

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીમાં મતદારોને રિઝવવા ઉમેદવારો અનેક તરકીબો અજમાવતા હોય છે. જેમાં જામનગર દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયાએ અનોખુ સોગંધનામુ મતદારો સમક્ષ રજૂ કર્યુ છે.

જામનગર દક્ષિણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયાનું મતદારો સમક્ષ અનોખુ સોગંધનામુ
મનોજ કથિરીયા

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતનારા કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો. કોંગ્રેસના નેતાઓના પક્ષપલટાથી મતદારોમાં પણ નારાજગી જોવા મળી હતી. તેની આ ચૂંટણીમાં કોઈ અસર ન થાય તે માટે જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરિયાએ અનોખુ સોગંધનામુ રજૂ કર્યુ.

જામનગર દક્ષિણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવારે કર્યુ આ સોગંધનામુુ

મનોજ કથિરીયાએ પાંચ વર્ષ સુધી પક્ષ પલટો ન કરવાની કે રાજીનામું ન આપવાની લેખિતમાં મતદારોને ખાતરી આપી છે. આ ઉપરાંત ધારાસભ્યોને મળતા પગાર, ભથ્થા સહિતની કોઈ સવલત ન લેવાની પણ બાંહેધરી આપી. મનોજ કથિરીયાએ કહ્યું કે હું કમાવવા માટે નહીં, પરંતુ વેપાર-ધંધો છોડીને પ્રજાની સેવા માટે રાજકારણમાં આવ્યો છું. ઉલ્લેખનીય છે કે જામનગર દક્ષિણ બેઠકથી ભાજપના દિવ્યેશ અકબરી મેદાને છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જામનગર ઉત્તર બેઠક પર ખરાખરીનો જંગ

જો કે જેમને રાજનીતિનો રંગ લાગ્યા બાદ પછી પોતાના વચનો કેટલા પાળે છે તે તો જનતા બરાબર સમજે છે. રાજકારણ અને સત્તાનો જંગ ક્યારેક એવા રંગ દેખાડે છે કે જેમાં પરિવારની એક્તામાં પણ ભંગ પડે છે. આવુ જ જામનગરની ઉત્તર બેઠક પર જોવા મળે છે. જ્યાં ભાજપમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ રિવાબાના નણંદ નયબા જાડેજા કોંગ્રેસમાં હોવાથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રચાર કરી રહ્યા છે.

રિવાબાના સસરાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કરી અપીલ

નણંદ ભોજાઈ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક ટકરાવ બાદ રિવાબા સસરા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ રિવાબા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જેમાં તેમણે વીડિયો જાહેર કરી કોંગ્રેસના ઉમેદવારને મત આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું મારા નાના ભાઈ અને કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે જામનગરની જનતા તેમને બહુમતીથી જીતાડે.

જામનગરમાં જામ્યો બરાબરનો જંગ

જામનગર ઉત્તરમાં ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને નડે એવી શક્યતા છે. જામનગર ઉત્તરમાં ભાજપના રિવાબાની સ્થિતિ મજબૂત છતાં અંદરખાને ક્ષત્રિય સમાજની નારાજગી નડી શકે છે. જામનગર દક્ષિણમાં ભાજપના દિવ્યેશ અકબરી મજબૂત સ્થિતિમાં છે. જામનગર ગ્રામ્યમાં AAP-કોંગ્રેસને કારણે ભાજપના રાઘવજી માટે જીત સરળ મનાય છે.

Next Article