BJP Manifesto 2022 : ભાજપના ચૂંટણી ઢંઢેરામા યુવાનો અને મહિલાઓ પર ખાસ ફોકસ, વાંચો સમગ્ર ચૂંટણી ઢંઢેરો

|

Nov 26, 2022 | 1:01 PM

BJP Manifesto 2022 : જેની લોકો રાહ જોઈ રહ્યા હતા તે વર્ષ 2022નું ભાજપે મેનિફેસ્ટો આજે જાહેર કર્યુ છે. ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પક્ષ દ્વારા 70 ટકા વાયદા પૂર્ણ કરવામાં આવ્યા છે.

BJP Manifesto 2022 : ભાજપના ચૂંટણી ઢંઢેરામા યુવાનો અને મહિલાઓ પર ખાસ ફોકસ, વાંચો સમગ્ર ચૂંટણી ઢંઢેરો
BJP Manifesto 2022

Follow us on

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ‘ભાજપનું સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો કર્યો હતો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. સંકલ્પ પત્ર રજૂ કરતા અગાઉ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સંકલ્પ પત્ર બનાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ભાજપે અગાઉના વર્ષોના વાયદા પૂર્ણ કર્યા છે.

આ વખતના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે યુવાઓ-મહિલાઓ તેમજ રોજગારી અંગેના ઘણાં વાયદાઓ કર્યા છે. જે નીચે મુજબ જોઈ શકો છો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
  • વિદ્યાર્થીઓ અને યુવાનો માટે એજ્યુકેશનથી માંડીને સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટકચરના નિર્માણના આપ્યા વચનો
  • મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરવાનું વચન આપ્યું છે.
  • 1,000 કરોડના ભંડોળ સાથે ‘કેશવરામ કાશીરામ શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ની રચના કરવાનો વાયદો કર્યા છે. જેની મદદથી નવી સરકારી કોલેજોનું નિર્માણ કરાશે અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે.
  • ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો
  • ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં સેન્ટર ઑફ એકસેલન્સ તરીકે IITના તર્જ પર 4 ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના
  • વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમત-ગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરીશું.
  • યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના
  • આદિવાસી ક્ષેત્રોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના
  • મેરિટના આધારે આદિવાસી સમુદાયના 75,000 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 ‘બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા’ઓની સ્થાપના
  • KGથી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણના આપ્યા વચનો
  • આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે ‘શારદા મહેતા યોજના’ શરૂ કરીશું.
  • ગુજરાતમાં મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના
  • આવનારા પાંચ વર્ષોમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ
  • ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનારા દરેક OBC/ST/SC/EWS વિદ્યાર્થીઓને ₹50,000નું પ્રોત્સાહન

Published On - 12:56 pm, Sat, 26 November 22

Next Article