Bjp manifesto 2022: ભાજપના મેનિફેસ્ટોમાં આદિવાસી સમાજ પર રખાયુ છે વિશેષ ધ્યાન, વાંચો જાહેરાતના મુદ્દા

|

Nov 26, 2022 | 1:21 PM

ચૂંટણી ઢંઢેરા માટે ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન દ્વારા ગુજરાતની જનતા પાસે સૂચનો મગાવવામાં આવ્યા હતા. જે પછી આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ સંકલ્પ પત્રમાં આદિવાસી સમાજ માટે શું વચનો આપવામાં આવ્યા છે જાણો.

Bjp manifesto 2022: ભાજપના મેનિફેસ્ટોમાં આદિવાસી સમાજ પર રખાયુ છે વિશેષ ધ્યાન, વાંચો જાહેરાતના મુદ્દા
આદિવાસી સમાજ માટે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આખરે સંકલ્પ પત્ર જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ભાજપનું સંકલ્પ પત્ર એટલે કે, ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. સંકલ્પ પત્ર માટે એક અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. ચૂંટણી ઢંઢેરા માટે ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન દ્વારા ગુજરાતની જનતા પાસે સૂચનો મગાવવામાં આવ્યા હતા. જે પછી આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ સંકલ્પ પત્રમાં આદિવાસી સમાજ માટે શું વચનો આપવામાં આવ્યા છે જાણો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જાણો આદિવાસી સમાજ માટે ચૂંટણી ઢંઢેરામાં શું ?

  • આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાનો વિસ્તાર
  • આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ
  • અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ અંતર્ગત 4-6 લેન હાઈ-વે, જંગલ આધારિત ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો અને આદિવાસી સાંસ્કૃતિક સર્કિટ (પાલ દઢવાવ – સ્ટેચ્યૂ ઑફ યુનિટી – શબરી ધામ)નું નિર્માણ
  • આદિવાસી ક્ષેત્રોમાં દરેકને સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના
  • અંબાજીથી ઉમરગામ સુધી ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ બનાવાશે.
  • આદિવાસી યુવાઓને રોજગારી પૂરી પાડવા 8 GIDCની સ્થાપના
  • ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થામાં પ્રવેશ મેળવનાર આદિવાસી વિદ્યાર્થીને ₹50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું
  • આદિવાસી તાલુકાઓમાં 50 ‘મોતીલાલ તેજાવત ઈન્ક્યુબેટર્સ’ની સ્થાપના

ગુજરાત ચૂંટણી 2022: ભાજપનું સંકલ્પ પત્ર ઠાલા વાયદા નથીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપ જે કહે છે તે કરે છે તેમના ચૂંટણી વચનો ઠાલા વાયદા નથી. જે કહેવું તે કરવું એ ભાજપની રિતી અને કાર્યપદ્ધતિ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ ગાથા જણાવી હતી.

Next Article