ADRના રિપોર્ટમાં ખૂલાસો, બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ, 92 સામે ગંભીર ગુનાઓ

|

Nov 28, 2022 | 10:49 PM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસનો રિપોર્ટ ADRએ જાહેર કર્યો છે. કોઈ ઉમેદવાર કેવું બેગ્રાઉન્ડ ધરાવે છે. ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહીં, સંપત્તિ કેટલી છે વગેરે જેવી બાબતો જાણવામાં લોકોને રસ હોય છે. જેને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ સર્વે કરતી હોય છે.

ADRના રિપોર્ટમાં ખૂલાસો, બીજા તબક્કાના 833 ઉમેદવારમાંથી 167 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ, 92 સામે ગંભીર ગુનાઓ
ADR

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ADR દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો થોડા દિવસ પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ સર્વે કરતી હોય છે. જેણે થોડા દિવસ પહેલા પ્રથમ તબક્કાના ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ સહિત મિલકત અને શિક્ષણને લઈને રિપોર્ટ જાહેર કર્યો હતો. તે બાદ આજે બીજા તબક્કાના ઉમેદવારોનો ADRએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારોના લેખાજોખા છે. જેમાં ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસનો રિપોર્ટ સામે આવ્યો. આ સાથે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ જાહેર કરાયો છે.

બીજા તબક્કાની 93 વિધાનસભાના 833 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ

  1. 833 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (20 ટકા) ગુનાઓ ધરાવે છે
  2. 167 ઉમેદવારમાંથી 92 (11 ટકા) સામે ગંભીર ગુનાઓ
  3. 2017માં બીજા તબક્કામાં ઉભા રહેલા 832 ઉમેદવારમાંથી 101 ઉમેદવાર (12 ટકા) ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા
  4. જ્યારે 2017માં 64 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા
  5. મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
    SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
    ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
    Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
  6. 2022માં પ્રથમ તબક્કાની સામે બીજા તબક્કામા ગંભીર ગુનાના ઉમેદવારોની સંખ્યા વધુ

સરેરાશ મિલકત પર નજર કરીએ તો

  • બીજા તબક્કામાં 833 ઉમેદવાર માંથી 245 ઉમેદવારો ( 29 ટકા ) કરોડ પતિ હોવાનું સામે આવ્યું
  • તો 2017માં 822 ઉમેદવાર માંથી 199 એટલે કે ( 24 ટકા ) કરોડપતિ હતા
  • 2017 ની સામે 2022 માં કરોડપતિ ઉમેદવારની સંખ્યા વધી
  • બીજા તબક્કામાં ચૂંટણી લડત ઉમેદવારોની 4.25 કરોડ સરેરાશ મિલકત. 2017 માં તે 2.39 કરોડ હતી.

પક્ષ પ્રમાણે ગુનાવાળા ઉમેદવારો (પક્ષવાર) નજર કરીએ તો

  • AAP પક્ષના કુલ 93 ઉમેદવારોમાંથી 29 (31%)
  • INC ના કુલ 90 ઉમેદવારોપૈકી 29 (32%)
  • BJP ના 93 ઉમેદવાર માંથી 18 (19%)
  • BTP ના 12 ઉમેદવારો પૈકી 4 (33%) ઉમેદવારો ગુનાવાળા

ગંભીર ગુનાવાળા ઉમેદવારો (પક્ષવાર)

  1. AAP પક્ષના 17 ઉમેદવાર (18 %), INC ના 10 ઉમેદવાર (11%), BJP ના 14 ઉમેદવાર (15%) અને BTP ના 1 (8%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે.
  2. મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર. કુલ 9 ઉમેદવાર ની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. જેમાં 1 ઉમેદવાર સામે દુષ્કર્મનો ગુનો દાખલ.
  3. મર્ડર ને લગતા ગુનાઓ – 2 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે 8 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે.
  4. 93 વિધાનસભા મતક્ષેત્રોમાં 93 ઉમેદવાર ( 23 ટકા ) ત્રણથી વધુ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 12 (13%) હતી.

ગંભીર ગુનાઓ જોઈએ તો,

  • 5 વર્ષ કે તેથી વધુ સજા થઈ શકે તેવા ગુનાઓ
  • નોન-બેલેબલ ગુનાઓ
  • ચૂંટણી ને લગતા ગુનાઓ
  • (IPC 171 E, લાંચ રૂશ્વત)
  • સરકારી તિજોરીને નુકસાન થાય તેવા ગુનાઓ
  • લોક પ્રતિનિધિત્વ ધારા અંતર્ગતના ગુનાઓ
  • લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારો, – મહિલાઓ સામેના ગુનાઓ

પક્ષપ્રમાણે ઉમેદવારોની સંપત્તિ જોઈએ તો,

બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવાર માંથી 245 ( 29 ટકા ) કરોડપતિ છે. જે 2017 માં 822 ઉમેદવાર માંથી 199 ( 24 ટકા ) આંકડો હતો.
મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે.
મુખ્ય પક્ષોની વાત કરીએ તો

  • BJP ના 93 ઉમેદવારોમાંથી 75 (81 ટકા ) કરોડપત્તિ
  • INC ના 90 ઉમેદવારોમાંથી 77 (86 ટકા ) કરોડપતિ
  • AAP ના 93 ઉમેદવારોમાંથી 35 (38%) ટકા ઉમેદવાર કરોડપતિ

પ્રથમ તબક્કા સામે બીજા તબક્કામાં INC ના કરોડપતિ ઉમેદવાર વધુ. જ્યારે AAPની ટકાવારી તેટલીજ. તો ભાજપમાં કરોડપતિ ઉમેદવારનો આંકડો ઘટ્યો. જોકે સરેરાશ મિલકતમાં AAP પક્ષનો આંકડો પ્રથમ તબકકા સામે વધ્યો.

સરેરાશ મિલકત જોઈએ તો,

પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 4.25 કરોડ છે. 2017 માં એ 2.39 કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે

  • BJP ના કુલ 93 ઉમેદવારો ની સરેરાશ મિલકત 19.58 કરોડ
  • INC ના 90 ઉમેદવારોની સરેરાશ મિલકત 7.76 કરોડ
  • AAP ના 93 ઉમેદવારોની સરેરાશ મિલકત 5 28 કરોડ
  • ભારતીય ટ્રાઇયબલ પાર્ટીના 12 ઉમેદવારોની સરેરાશ મિલકત 19.69 લાખ

જો ઉમેદવાર પ્રમાણે સંપત્તિ પર નજર કરીએ તો,

  • પ્રથમ તબક્કામાં 211 ઉમેદવારો કરોડ પતિ હોવાનું સામે આવ્યું
  • બીજા તબક્કામાં 833 માંથી 245 ઉમેદવાર કરોડપતિ
  • પ્રથમ બીજા તબક્કાના 27 ટકા જ્યારે બીજા તબક્કામાં 29 ટકા ઉમેદવાર કરોડપતિ

બીજા તબક્કામાં સૌથી વધુ મિલકત ધરાવતા 3 ઉમેદવાર

  • ગાંધીનગરના માણસાના ભારતીય જનતા પાર્ટીના જયંતીભાઈ પટેલ પાસે 6.61 કરોડ મિલકત
  • પાટણના સિદ્ધપુરના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત પાસે 3.72 કરોડ મિલકત
  • વડોદરાના ડભોઇના આપ ઉમેદવાર અજીતસિંહ ઠાકોર પાસે 3.43 કરોડ મિલકત

ઝીરો મિલકત વાળા ઉમેદવારો

  • ગાંધીનગરના ઉત્તર બેઠકના ind પાર્ટીના મહેન્દ્ર પટણી
  • અમદાવાદ નરોડાના સરદાર વલ્લભભાઈ પાર્ટીના સત્યમ કુમાર પટેલ
  • અમદાવાદ અમરાઈવાડીના આપણી જનતા પાર્ટીના સતીશ સોની
  • અમદાવાદ દાણીલીમડાના પ્રજા વિજય પક્ષના કસ્તુરભાઈ પરમાર
  • અમદાવાદ સાબરમતીના ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટીના જીવણભાઈ પરમાર પાસે 0 મિલકત

સૌથી ઓછી મિલકત વાળા ઉમેદવાર

  • અમદાવાદ સાબરમતીના બીએસપીના દિપકભાઈ સોલંકી 6000 રૂપિયા
  • વડોદરાના સત્યવાડી રક્ષા પાર્ટીના વસાઇકર નિલેશ પાસે 6,200 રૂપિયા
  • અમદાવાદ બાપુનગરના આઈએનડીના મંજુલાબેન પરમાર પાસે 7533 રૂપિયા
Next Article