BIg News : ચૂંટણી પહેલા સુરત AAP માં મોટું ગાબડું, આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલ જોડાયા ભાજપમાં

BIg News : ચૂંટણી પહેલા સુરત AAP માં મોટું ગાબડું, આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલ જોડાયા ભાજપમાં

| Edited By: | Updated on: Nov 16, 2022 | 7:57 AM

સુરતની ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થનમાં આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલ ભાજપમાં જોડાયા છે. વર્ષ 2017માં યોગેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓ પણ વિરુધ્ધ પાર્ટીની નજીક આવતા હોય તેવુ લાગી રહ્યું છે. ચૂંટણી પહેલા સુરતમાં  આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યુ છે.  આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલે ઝાડૂ છોડી કમળને પકડ્યુ છે. 500 કાર્યકર્તાઓ સાથે તેમણે સત્તાવાર રીતે  ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આપને જણાવી દઈએ કે, સુરત શહેર પ્રમુખના હાથે ખેસ પહેરી વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા. માહિતી મુજબ ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થનમાં તેઓ ભાજપમાં જોડાયા છે.  વર્ષ 2017માં યોગેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.

પક્ષપલટાની મોસમમાં જોવા મળી રાજકીય ખેલદિલી !

ગુજરાત ઈલેક્શન 2022 :   રાજકારણમાં પક્ષો એકબીજા પર અનેક પ્રહારો કરતા હોય છે. પરંતુ બીજી તરફ રાજકારણ ભૂલીને રાજકીય ખેલદિલી પણ દેખાડતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ફોર્મ ભરવા એકસાથે પહોંચ્યા હતા. જ્યાં બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. અને રાજકીય ખેલદિલીની ભાવનાનું ઉત્તમ ઉદ્દાહરણ પુરૂ પાડ્યુ છે.