વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ‘આપ’ના 3 હજાર કાર્યકર ભાજપમાં જોડાશે

|

Mar 28, 2022 | 4:18 PM

આજે આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે. આ તમામ કાર્યકરો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે હવે કમર કસી લીધી છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આપ દ્વારા પણ ચૂંટણીની રણનીતિ ઘડવાની શરુઆત થઇ ગઇ છે. ચૂંટણી પહેલા હજુ તો આપ (AAP) ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવા જઇ રહ્યુ છે. જો કે ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપ (BJP)માં જોડાવાના છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઇ છે. ગુજરાતના રાજકારણમાં પણ છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની જાણે મોસમ શરૂ થઈ છે. હવે માહિતી સામે આવી છે કે, આજે આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે. આ તમામ કાર્યકરો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ સૌથી ફટકો ગણી શકાય. કારણકે અગાઉ પણ વિજય સુંવાળા સહિતના ઘણા જાણીતા આગેવાન પણ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભાજપનો સથવારો લઇ ચુક્યા છે.

બીજી તરફ કાર્યકરો ભાજપમાં જોડાય તે પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું, આપના કોઈ નેતાઓની ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે અને જે લોકો ભાજપમાં જોડાવાના છે તે તમામ કાર્યકરોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. ત્યારે હવે આ વાત કેટલી સાચી અને કેટલી અસત્ય એતો વિધાનસભાની ચૂંટણીમાં જ પરિણામ થકી જણાશે.

આ પણ વાંચો-

Bhavnagar: જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પાલિતાણા તાલુકાની શાળાના બાળકોનો ડંકો, ચેકડેમમાં પ્રેક્ટિસ કરી જિલ્લા કક્ષાની સ્પર્ધા જીતી

આ પણ વાંચો-

Rajkot: સુજલામ સુફલામ જળ અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોને સહભાગી બનવા જિલ્લા કલેકટરે કરી અપીલ

Published On - 8:33 am, Wed, 23 March 22

Next Video