Assembly Election 2022: ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયું કોંગ્રેસ, વર્ચ્યુઅલ અને 3D રેલીઓની તૈયારી

વર્ચ્યુઅલ રેલીઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે એલઈડી મોબાઈલ વાન અને પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે.

Assembly Election 2022: ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયું કોંગ્રેસ, વર્ચ્યુઅલ અને 3D રેલીઓની તૈયારી
Rahul Gandhi and Sonia Gandhi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 9:38 AM

કોરોના સંક્રમણ (Corona virus)ના પ્રકોપ વચ્ચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હવે ડિજિટલ રાજકીય યુદ્ધ થવાનું નક્કી છે. છેલ્લા કેટલાક દિવસો પર નજર નાખીએ તો ભાજપ (BJP) તેમાં અન્ય દળોની તુલનામાં વ્યસ્ત છે. ચૂંટણી પંચ (Electoin Commission) દ્વારા ચૂંટણી રેલીઓ, પદયાત્રાઓથી લઈને શેરી સભાઓ પર હાલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ ડિજિટલ યુદ્ધની તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસ રાજ્ય મુજબ પોતાનો રોડ મેપ તૈયાર કરી રહી છે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર 24 અકબર રોડ, સોનિયા નિવાસ દસ જનપથ, રાહુલ ગાંધીના ઘર 12 તુગલક લેન, 15 જીઆરજી વોર રૂમ સહિત રાજ્યોની રાજધાનીઓથી લઈ જિલ્લા કાર્યલયોમાં ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યાંથી નેતા વર્ચ્યુઅલ રીતે જનતા સાથે જોડાઈ શકશે. વર્ચ્યુઅલ રેલીઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે એલઈડી મોબાઈલ વાન અને પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા દ્વારા જનતા સુધી પહોંચશે કોંગ્રેસ

ટ્વીટરનો ઉપયોગ નવીનતમ આંકડાઓને ધ્યાનમાં રાખીને નેરેટિવ સેટ કરવા માટે કરવામાં આવશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા મતોને પોતાની તરફ ખેંચવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કન્ટેન્ટ મુકવાની સાથએ જ નેતાઓનું લાઈવ પણ કરવામાં આવશે. ઝૂમ અને સ્કાઈપે જેવા માધ્યમોનો ઉપયોગ પણ ચૂંટણી કેમ્પઈનમાં કરવામાં આવશે. વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કન્ટેન્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પાર્ટીનું માનવું છે કે ડિજિટલ યુદ્ધમાં કન્ટેન્ટ જ સૌથી મહત્વનું છે. ચૂંટણીમાં તેના દ્વારા જ પ્રચારમાં વધારો કરી શકાય છે. સામાન્ય રેલીઓ અલગ અલગ સ્થળોએ થાય છે, જ્યાં સામગ્રીનું પુનરાવર્તન કરી શકાય છે. જો કે ડિજિટલ દુનિયામાં દરેક વખતે કન્ટેન્ટ નવું હોવું જોઈએ. ધ્યાન ખેંચનારૂ કન્ટેન્ટ હોવું જોઈએ, જેથી લોકોને સતત જોડીને રાખી શકાય. કંટાળાજનક અને પુનરાવર્તિત સામગ્રી ડિજિટલ યુગમાં ટકી શકતી નથી. કારણ કે લોકો દર વખતે કંઈક નવું જોવા માંગે છે.

વર્ચ્યુઅલ થ્રીડી રેલીઓ પણ કરશે નેતા

પાર્ટી બ્લોક લેવલ સુધીના કાર્યકરોને વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ સાથે જોડાઈને સામાન્ય લોકોને આકર્ષવા કહેશે. મોટા નેતાઓની વર્ચ્યુઅલ થ્રીડી રેલીઓ કરવાનો પણ પ્રસ્તાવ છે. જેને અંતિમ રૂપ આપવાનું હાલમાં બાકી છે. ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ, પશ્ચિમ, બુંદેલખંડ, અવધ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, યુપીના ગોવા જેવા રાજ્યોમાં સ્થાનિક સંસ્કૃતિ અને ભાષાની સાથે લોકગીતોનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે સામાન્ય લોકોને ત્યાં જોડાયેલા રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Uttarakhand Snowfall: સતત હિમવર્ષા બાદ જનજીવન થયું પ્રભાવિત, ગંગોત્રી-યમુનોત્રી હાઈવે 30 કલાકથી બંધ હોય ઘણી જગ્યાએ પ્રવાસીઓ ફસાયા

આ પણ વાંચો: Kazakhstan Violence: હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 164 લોકોના મોત, 5,800 લોકોની અટકાયત

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">