છત્તીસગઢ ચૂંટણી પરિણામ 2023 : આ 15 બેઠકોના પરિણામ પર રહેશે સૌની ખાસ નજર, કાકા-ભત્રીજા વચ્ચે યુદ્ધ, કેન્દ્રીય મંત્રી-સાંસદ પર પણ નજર
છત્તીસગઢમાં ઘણી બેઠકો પર કાંટે કી ટક્કર જોવા મળશે.છત્તીસગઢમાં કુલ 90 બેઠકોનું પરિણામ આજે જાહેર થવાનું છે. 90 બેઠકોમાંથી બહુમત માટે 46ની જરૂર હોય છે, ત્યારે પરિણામ આવવાની શરુઆત થઇ ગઇ છે. આમ તો તમામ 90 બેઠકના પરિણામ પર સૌની નજર છે.
ભારતમાં આજે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો પર સૌની નજર છે. જેમાં છત્તીસગઢની 15 બેઠક પર લોકોની વિશેષ નજર છે. છત્તીસગઢમાં મતગણતરી શરુ થઇ ગઇ છે. છત્તીસગઢ એકમાત્ર એવુ રાજ્ય છે, જ્યાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પોતાની સત્તાની પકડ જાળવી રાખવાનો દાવો કરી રહી છે. કોંગ્રેસ અહીં પોતાની સત્તા આવવાનો દાવો કરી રહી છે.
છત્તીસગઢમાં ઘણી બેઠકો પર કાંટે કી ટક્કર જોવા મળશે.છત્તીસગઢમાં કુલ 90 બેઠકોનું પરિણામ આજે જાહેર થવાનું છે. 90 બેઠકોમાંથી બહુમત માટે 46ની જરૂર હોય છે, ત્યારે પરિણામ આવવાની શરુઆત થઇ ગઇ છે. આમ તો તમામ 90 બેઠકના પરિણામ પર સૌની નજર છે. જો કે તેમાં 15 બેઠક વિશેષ છે.કેમ કે અહીં ક્યાક કાકા-ભત્રીજા સામ સામે ચૂંટણીમાં ઊભા હતા, તો ક્યાંક ભૂપેશ બઘેલ, તો ક્યાંક કેન્દ્રીય મંત્રી ચૂંટણી જંગમાં ઉતરેલા છે.
ચાલો છત્તીસગઢની 15 લોકપ્રિય સીટો પર એક નજર કરીએ
ભરતપુર-સોનહાટ સીટ: કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ કોરિયા જિલ્લાની ભરતપુર-સોનહાટ સીટ પરથી ચૂંટણી મેદાને છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે ગુલાબ સિંહ કામરોને મેદાનમાં ઉતાર્યા છે. આ અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. ગત ચૂંટણીમાં અહીં કોંગ્રેસના ગુલાબસિંહ કામરોની જીત થઈ હતી.
અંબિકાપુર બેઠકઃ સુરગુજા જિલ્લાની અંબિકાપુર બેઠક ખૂબ જ ખાસ છે. નાયબ મુખ્યમંત્રી અને રાજ્યમાં નંબર ટુ ટીએસ સિંહ દેવ ચૂંટણી મેદાનમાં છે. ભાજપે તેમની સામે રાજેશ અગ્રવાલને જંગમાં ઉતાર્યા છે. ટીએસ સિંહ દેવ આ સીટ પર સતત 3 ચૂંટણી જીત્યા છે. 2018માં તેમણે BJPના અનુરાગ સિંહ દેવને હરાવ્યા હતા.
પાટણ બેઠકઃ દુર્ગ જિલ્લાની પાટણ વિધાનસભા બેઠક સૌથી મહત્વની બેઠક છે. અહીં સીએમ ભૂપેશ બઘેલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જ્યારે ભાજપે CMના ભત્રીજા અને સાંસદ વિજય બઘેલને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત અમિત જોગીએ પણ ચૂંટણી મેદાનમાં ઉતરીને ત્રિકોણીય જંગ બનાવ્યો છે. 2018ની ચૂંટણીમાં માત્ર ભૂપેશ બઘેલ જ જીત્યા હતા.
પથલગાંવ સીટઃ જશપુર જિલ્લાની પથલગાંવ સીટ પર BJP એ લોકસભા સાંસદ ગોમતી સાઈને ટિકિટ આપી છે.તો કોંગ્રેસે ધારાસભ્ય રામપુકર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. 2018ની ચૂંટણીમાં રામપુકર સિંહ કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા.
રામપુર બેઠક: કોરબા જિલ્લાની રામપુર બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ભાજપે અહીં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી નનકીરામ કંવરને ટિકિટ આપી છે. ફૂલચંદ રાઠિયા કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં છે. 2018ની ચૂંટણીમાં પણ બંને વચ્ચેના જંગમાં ભાજપના કંવરનો વિજય થયો હતો.
લોરમી સીટ: BJPએ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને બિલાસપુરના સાંસદ અરુણ સાઓને મુંગેલી જિલ્લાની લોર્મી સીટ પર ટિકિટ આપી છે. તો કોંગ્રેસે થાનેશ્વર સાહુને મેદાનમાં ઉતાર્યા છે. સાહુ હાલ રાજ્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ છે. 2018ની ચૂંટણીમાં અમિત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ (JCCJ) અહીંથી જીતી હતી.
શક્તિ બેઠકઃ જાંજગીર ચંપા જિલ્લાની શક્તિ બેઠક પરથી વિધાનસભાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ચરણદાસ મહંત ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે BJPના ખિલવણ સાહુ મેદાનમાં છે. 2018ની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના મેધરામ સાહુને હરાવ્યા હતા.
દુર્ગ ગ્રામીણ બેઠક: આ બેઠક પર રાજ્યના ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહુ કોંગ્રેસની ટિકિટ પર અને લલિત ચંદ્રાકર તેમની સામે ભાજપ તરફથી પડકાર રજૂ કરી રહ્યા છે. ગત ચૂંટણીમાં તામ્રધ્વજ સાહુ જીત્યા હતા, તેમણે ભાજપના જગેશ્વર સાહુને હરાવ્યા હતા.
રાયપુર સિટી સાઉથ સીટઃ આ બેઠક પર બીજેપીના વરિષ્ઠ નેતા બ્રિજ મોહન અગ્રવાલ અને કોંગ્રેસના મહંત રામ સુંદર દાસ વચ્ચે જંગ છે. બ્રિજ મોહન 2008થી સતત આ સીટ જીતી રહ્યા છે.
બિલાસપુર સીટઃ અહીં 15 વર્ષ સુધી મંત્રી રહેલા અમર અગ્રવાલ ફરી ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસે શૈલેષ પાંડેને મેદાનમાં ઉતાર્યા છે. 2018માં અહીં મોટી ઉથલપાથલ થઈ હતી. કોંગ્રેસના શૈલેષ પાંડેએ અમર અગ્રવાલને હરાવ્યા હતા.
રાજનાંદગાંવ સીટઃ આ બેઠક પર છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ બીજેપી નેતા ડો.રમણ સિંહ અને કોંગ્રેસ તરફથી ગિરીશ દેવાંગન મેદાનમાં છે. 2018માં અહીં રમણ સિંહે કોંગ્રેસના ઉમેદવાર કરુણા શુક્લાને હરાવ્યા હતા.
ચિત્રકોટ બેઠક : અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત ચિત્રકૂટ વિધાનસભા બેઠક પરથી લોકસભાના સાંસદ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે અહીં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ દીપક બૈજને ટિકિટ આપી છે. તેમની સામે ભાજપના વિનાયક ગોયલ છે. દીપક બૈજ 2018માં પણ જીત્યા હતા.
સુકમા બેઠક: કોન્ટા વિધાનસભા બેઠક જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, અહીં બઘેલ સરકારના મંત્રી કાવાસી લખમા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમની સામે સોયમ મુકાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ અહીં સતત 4 ચૂંટણી જીતી રહી છે.