Breaking News : અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે, અમારી લડાઈ ભાજપ સામે નહીં ચૂંટણી પંચ સામે હતી, સત્ય શોધક સમિતિ રચવા મમતાની જાહેરાત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ, ટીએમસીના વડા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, તેઓ નિષ્પક્ષ હરીફાઈમાં ચૂંટણી હાર્યા નથી, તેમને હરાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના, 100 મતવિસ્તારોમાં વ્યવસ્થિત રીતે મતની લૂંટફાટ ચલાવવામાં આવી હતી. મમતા બેનર્જીએ કહ્યું, "અમારી લડાઈ ફક્ત ભાજપ સામે નહોતી; અમારે ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું. ચૂંટણી પંચનું વર્તન સંપૂર્ણપણે પક્ષપાત ભરેલ હતું. કેન્દ્રીય એજન્સીએ પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા કરી છે."

Breaking News : અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે, અમારી લડાઈ ભાજપ સામે નહીં ચૂંટણી પંચ સામે હતી, સત્ય શોધક સમિતિ રચવા મમતાની જાહેરાત
| Edited By: | Updated on: May 05, 2026 | 5:06 PM

તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાનવ મમતા બેનર્જીએ, પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોને લઈને આજે 5 મેના રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમા મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને કેન્દ્રીય એજન્સીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે.

મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, ઓછામાં ઓછા 100 મતવિસ્તારોમાં મતોમાં છેડછાડ કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) સાથે પણ છેડછાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સંપૂર્ણપણે પક્ષપાતી વલણ દાખવ્યું હોવાનો આરોપ લગાવતા, મમતા બેનર્જીએ સમગ્ર ઘટનાને “લોકશાહીની હત્યા” ગણાવી હતી. મમતાએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની લડાઈ ફક્ત ભાજપ સામે જ નહીં, પરંતુ ચૂંટણી પંચ સામે પણ હતી. તેમણે ભવિષ્યની રણનીતિ ઘડવા માટે એક સત્ય શોધ સમિતિની રચનાની જાહેરાત કરી હતી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ, ટીએમસીના વડા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, તેઓ નિષ્પક્ષ હરીફાઈમાં ચૂંટણી હાર્યા નથી, તેમને હરાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના, 100 મતવિસ્તારોમાં વ્યવસ્થિત રીતે મતની લૂંટફાટ ચલાવવામાં આવી હતી. મમતા બેનર્જીએ કહ્યું, “અમારી લડાઈ ફક્ત ભાજપ સામે નહોતી; અમારે ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું. ચૂંટણી પંચનું વર્તન સંપૂર્ણપણે પક્ષપાત ભરેલ હતું. કેન્દ્રીય એજન્સીએ પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા કરી છે.”

મમતા બેનર્જીએ ચોકાવનારો આરોપ લગાવ્યો કે, “પહેલા બે તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી, ચૂંટણી પંચે અમારા પક્ષના કાર્યકરોની એક પછી એકની ધરપકડ કરવાનું અને વહીવટી અધિકારીઓની બદલી કરવાનું શરૂ કર્યું. તેઓ એવા અમલદારોને લાવ્યા જેઓ તેમના પોતાના પક્ષ સાથે જોડાયેલા હતા.”

મમતાએ ટિપ્પણી કરી, “મેં પહેલાં ક્યારેય આવી ચૂંટણી જોઈ નથી. મેં 2004ની ચૂંટણી દરમિયાન પણ આવા અત્યાચાર જોયા નથી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેનથી લઈને વ્યાપક INDIA Alliance ના સભ્યો સુધીના નેતાઓ મારી સાથે વાત કરવા માટે પહોંચ્યા હતા. અખિલેશ યાદવ આવતીકાલે મારી મુલાકાત લેવાના છે.”

મમતા બેનર્જીએ યાદ કર્યું, “મને શારીરિક રીતે ધક્કો મારીને રીતસરની મતદાન મથકની બહાર કાઢવામાં આવી હતી. હું એક મહિલા છું, છતાં મારી સાથે બેહુદુ વર્તન કરવામાં આવ્યું હતું. જો તેઓ મારી સાથે આ રીતે વર્તન કરી શકે છે, તો કોઈ કલ્પના કરો કે પશ્ચિમ બંગાળના સામાન્ય નાગરિક કે મતદારની સ્થિતિ તો શું હશે.”

જ્યારે મમતા બેનર્જીના વાળ ખેંચી, ઢસડીને બહાર ફેંકવામાં આવ્યા……, કેમ ફાયર વુમન તરીકે ઓળખાતા હતા ? જાણો રાજકીય સફર

Published On - 4:55 pm, Tue, 5 May 26

Follow Us