BMC Election Breaking News: BMC ચૂંટણીપર્વે અક્ષય કુમારથી લઈને સચિન તેંડુલકર સુધી સેલિબ્રિટીઓએ ઉત્સાહથી આપ્યો ‘મત’ – જુઓ Video
મહારાષ્ટ્રમાં મુંબઈ મનપાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં મુંબઈના અંદાજે 1.03 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એવામાં અનેક જાણીતા ચહેરાઓએ ઉત્સાહથી વોટિંગ કર્યું હતું.
મહારાષ્ટ્રમાં મુંબઈ મનપાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારતની સૌથી અમીર મનપાની સત્તા મેળવવા માટે રાજકીય પક્ષો વચ્ચે જંગ ચાલી રહી છે. આ ચૂંટણીમાં મુંબઈના અંદાજે 1.03 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જણાવી દઈએ કે, આ મતદાન દરમિયાન સેલિબ્રિટીઓ પણ વોટિંગ માટે આવ્યા હતા. BMC ની ચૂંટણીમાં અભિનેતા અને ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક વોટ આપ્યો હતો. અભિનેતા અક્ષય કુમાર, નાના પાટેકર અને જ્હોન અબ્રાહમે પણ વોટ આપ્યો, જ્યારે અભિનેત્રી હેમા માલિની અને ક્રિકેટર સચિન તેંડુલકરે પણ મતદાન કર્યું હતું.
આ સાથે જ લેખક ગુલઝાર, ફિલ્મમેકર કિરણ રાવ અને આમિર ખાનનો પરિવારે પણ હર્ષોલ્લાસથી વોટ આપ્યો હતો. આ તમામ સેલિબ્રિટીઓએ લોકોને મતદાન કરી પોતાની લોકશાહી ફરજ નિભાવવાની અપીલ કરી.
મુંબઈ મનપાની ચૂંટણીમાં કુલ 1,700 ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતર્યા છે, જેમાં 879 મહિલા અને 821 પુરુષનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે 25 હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, શહેરમાં 10 વધારાના પોલીસ કમિશનર, 33 ડીસીપી અને 84 એસીપીની પણ તૈનાતી કરવામાં આવી છે.
