AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Election 2022: CM બિરેન સિંહનો દાવો- BJPને મળશે બે તૃતિયાંશ બહુમતી, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે

મણિપુર માટે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર નિવેદન આપતા બિરેન સિંહે કહ્યું કે મુખ્યમંત્રી પદ કેન્દ્રીય નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને મારું કર્તવ્ય ભાજપની જીત સુનિશ્ચિત કરવાનું છે.

Manipur Election 2022: CM બિરેન સિંહનો દાવો- BJPને મળશે બે તૃતિયાંશ બહુમતી, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે
Manipur Chief Minister N Biren Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 12:10 AM
Share

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે (Chief Minister N Biren Singh) રવિવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party) મણિપુરમાં બે તૃતિયાંશથી વધુ બહુમતી સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યું કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા (Chief Minister Face) અંગે નિર્ણય કરશે. ANI સાથે વાત કરતા બિરેન સિંહે કહ્યું કે ભાજપ તમામ 60 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે. કેન્દ્રીય નેતૃત્વ ટિકિટને ફાઇનલ કરી રહ્યું છે. અગાઉ અમને 21 બેઠકો મળી હતી, આ વખતે અમને બમણી બેઠકો મળશે. અમે બે તૃતીયાંશ બહુમતી માટે સખત મહેનત કરી રહ્યા છીએ. મણિપુર માટે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર નિવેદન આપતા બિરેન સિંહે કહ્યું કે મુખ્યમંત્રી પદ કેન્દ્રીય નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને મારું કર્તવ્ય ભાજપની જીત સુનિશ્ચિત કરવાનું છે.

મણિપુરના મુખ્યપ્રધાને કહ્યું કે ભાજપનું કોઈપણ પક્ષ સાથે ચૂંટણી પૂર્વ ગઠબંધન નથી, પરંતુ ચૂંટણી પછી તે આ અંગે વિચારશે. અન્ય પક્ષોના રાજકીય નેતાઓ ભાજપમાં જોડાવા વિશે બોલતા, મુખ્યમંત્રીએ કહ્યું કે લોકો ભાજપને ઈચ્છે છે અને તેથી ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એમ પણ કહ્યું કે તેમને ચૂંટણીની ટિકિટ મળશે કે નહીં, તે સંપૂર્ણ રીતે સંસદીય સમિતિ પર નિર્ભર છે.

મણિપુરના લોકો રાજ્યમાં શાંતિ અને વિકાસ ઈચ્છે છેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર અગાઉ અશાંતિમાં હતું, કારણ કે કોંગ્રેસે લોકોને સમુદાયોમાં વહેંચી દીધા હતા. ભાજપના શાસનમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ હડતાલ, લડાઈ કે સાંપ્રદાયિક વિસંગતતા જોવા મળી નથી. તેમણે કહ્યું કે મણિપુરના લોકો રાજ્યમાં શાંતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી તેઓ ભાજપને પાછી ઈચ્છે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર પાયાના સ્તરે કામ કરવામાં સક્ષમ રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે અને લોકો ઇચ્છે છે કે શાંતિ બની રહે.

મુખ્યમંત્રીએ કહ્યું કે મણિપુરના લોકો ઇચ્છે છે કે આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) પાછો ખેંચી લેવામાં આવે, પરંતુ આવું કરતા પહેલા જમીની વાસ્તવિકતાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે રાજ્ય મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે. અમે કેન્દ્રને સતત સ્થિતિની સમીક્ષા કરવા કહી રહ્યા છીએ, પરંતુ તેને ઉઠાવતા પહેલા આપણે જમીની વાસ્તવિકતા જોવી પડશે કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા પ્રાથમિકતા છે.

આ પણ વાંચો :  પોલિસના ફાયરીંગમાં પૂર્વ વિદ્યાર્થી નેતા ઘાયલ, સીએમ સરમાએ આપ્યા તપાસના આદેશ, અસમમાં પરિસ્થિતિ બગડી રહી હોવાનો વિપક્ષનો દાવો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">