AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : 5 ઓક્ટોબરે જ વિશ્વ શા માટે મનાવે છે World Teachers’ Day? જાણો કારણ

World Teachers' Day 5 ઓક્ટોબરે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે વિશ્વ શિક્ષક દિવસ આ દિવસે જ શા માટે ઉજવવામાં આવે છે.

Knowledge : 5 ઓક્ટોબરે જ વિશ્વ શા માટે મનાવે છે World Teachers’ Day? જાણો કારણ
World Teachers Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 7:52 AM
Share

World Teachers’ Day દર વર્ષે 5 ઓક્ટોબરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે આપેલા યોગદાન માટે આ દિવસે શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો ભેગા થાય છે. આ લોકો દેશમાં તેમજ વૈશ્વિક સ્તરે શિક્ષકો દ્વારા સામનો કરવામાં આવી રહેલી સમસ્યાઓને ઓળખે છે. આ મુદ્દાઓના ઉકેલો શોધવા માટે મીટિંગ્સ, કોન્ફરન્સ અને તેના જેવા આયોજન પણ કરતા હોય છે.

તે જ સમયે, આ વર્ષના વિશ્વ શિક્ષક દિવસની થીમ ‘શિક્ષણમાં પરિવર્તન શિક્ષકોથી શરૂ થાય છે’ છે. UNESCO, ILO અને એજ્યુકેશનલ ઈન્ટરનેશનલના અધિકારીઓ દ્વારા જારી કરાયેલા સંયુક્ત સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘આજે વિશ્વ શિક્ષક દિવસ પર, અમે વિદ્યાર્થીઓની ક્ષમતામાં પરિવર્તન લાવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાની ઉજવણી કરીએ છીએ. શિક્ષકો ખાતરી કરે છે કે, વિદ્યાર્થીઓ પાસે પોતાના માટે, અન્ય લોકો માટે અને વિશ્વ માટે જવાબદારી લેવા માટે જરૂરી સાધનો છે. શિક્ષકોને જ્ઞાન વધારનારા અને નીતિ ભાગીદારો તરીકે વિશ્વાસ અને માન્યતા આપવી જોઈએ.

વિશ્વ શિક્ષક દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

1994માં યુનેસ્કો દ્વારા 5 ઓક્ટોબરને વિશ્વ શિક્ષક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેનો હેતુ UNESCO/ILO દ્વારા ભલામણ કરાયેલી પદ્ધતિઓ અપનાવવાનો આદર કરવાનો હતો. તે પેરિસમાં યુનેસ્કો દ્વારા આયોજિત આંતર-સરકારી પરિષદનો એક ભાગ હતો. જેણે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)ના સહયોગથી શિક્ષકોની સ્થિતિને માન્યતા આપી હતી. સૂચિત પદ્ધતિઓ અપનાવ્યા પછી, યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) એ 5 ઓક્ટોબરને વિશ્વ શિક્ષક દિવસ તરીકે જાહેર કર્યો.

તેનું મહત્વ શું છે?

વિશ્વ શિક્ષક દિવસ દ્વારા, શિક્ષકોની સિદ્ધિઓ, યોગદાન અને પ્રયત્નોને આ દિવસે વિશ્વભરમાં ઓળખવામાં આવે છે. આ સાથે આ દિવસની ઉજવણી કરીને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિશ્વભરના નીતિ નિર્માતાઓ અને નિષ્ણાંતો પણ આ દિવસનો ઉપયોગ શિક્ષણ વ્યવસાય સાથે સંબંધિત સમસ્યાઓને ઓળખવા અને ઉકેલવાની તક તરીકે કરે છે.

આ દિવસની ઉજવણી કરવા માટે, વિશ્વભરની ઘણી શાળાઓ શિક્ષકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. ઘણી જગ્યાએ આ દિવસે શિક્ષકો માટે રજા પણ હોય છે. કેટલાક નીતિ નિર્માતાઓ અને શિક્ષણ નિષ્ણાતો વિશ્વભરના શિક્ષકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને ઓળખવા માટે પરિષદો અને મીટિંગ્સનું આયોજન કરે છે અને આ સમસ્યાઓના ઉકેલ માટે વિચાર-મંથન કરવાનો પ્રયાસ કરે છે. આ દિવસે શિક્ષકોના મહત્વને ઉજાગર કરવા અને આ વ્યવસાયમાં જોડાતા લોકોને માર્ગદર્શન આપવા અથવા પ્રેરણા આપવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">