વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી જાવ!, CUET અને UGC NETની પરીક્ષાનું ટાઈમટેબલ આવી ગયું છે, જાણો તારીખો

NTA દ્વારા આગામી વર્ષે યોજાનારી UGC NET અને CUT પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી વર્ષે શૈક્ષણિક સત્ર 2024-25 માટે યુજીસી નેટ પરીક્ષા જૂન મહિનામાં લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી જાવ!, CUET અને UGC NETની પરીક્ષાનું ટાઈમટેબલ આવી ગયું છે, જાણો તારીખો
CUET PG 2024
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 5:32 PM

આગામી વર્ષે યોજાનારી UGC NET અને CUET પરીક્ષાની તારીખ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી છે. NTA દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. જાહેર કરાયેલી સૂચના અનુસાર યુજીસી નેટની પરીક્ષા જૂન મહિનામાં લેવામાં આવશે. જ્યારે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUET PGની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે.

આ પણ વાંચો : JEE Main Eligibility Criteria Plea : NTAની અરજીને બરતરફ કરવાની માગણી ? હવે 2જી મેના રોજ સુનાવણી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ જગદીશ કુમારે આ અંગે માહિતી આપી છે. તેમણે NTA દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ વિશે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે 2024-25 શૈક્ષણિક સત્ર માટે CUET PG પરીક્ષા 11થી 28 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

યુજીસી ચેરમેને માહિતી આપી હતી

UGC NET 2024 ની પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

એમ જગદીશ કુમારના જણાવ્યા અનુસાર, યુજીસી નેટ 2024-25ની પરીક્ષા જૂન મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષા જૂન મહિનામાં 10મીથી 21મી સુધી લેવામાં આવશે. આ માટે નોંધણીની વિગતો હજુ આવી નથી. યુજીસી નેટ ડિસેમ્બર 2023 માટેની અરજી પ્રક્રિયા તાજેતરમાં શરૂ થઈ છે. તેની વિગતો ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જોઈ શકાય છે.

આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે

કોલેજો અને યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે UGC NET પરીક્ષા લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા ક્રેક કર્યા બાદ તમે પીએચડી માટે એડમિશન લઈ શકો છો. આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. પ્રથમ પરીક્ષા મે-જૂનમાં લેવામાં આવે છે. જ્યારે બીજી પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવામાં આવે છે.

દર વર્ષે લાખો ઉમેદવારો યુજીસી નેટ પરીક્ષામાં ભાગ લે છે. તમને જણાવી દઈએ કે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ યુજીસી નેટ પાસને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લઘુત્તમ લાયકાત ગણવામાં આવી છે. આવી સ્થિતિમાં આ એક મહત્વપૂર્ણ પરીક્ષા છે.

શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video