AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education news : JEE Mains Exam જાન્યુઆરીમાં, CUET UG અને NEET UGની એક્ઝામ ડેટની કરો નોટ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટૂંક સમયમાં JEE મેઇન્સ 2024 CUET 2024 અને NEET UG 2024નું શેડ્યૂલ જાહેર કરી શકે છે. આ તમામ પરીક્ષાઓ NTA દ્વારા લેવામાં આવશે.

Education news : JEE Mains Exam જાન્યુઆરીમાં, CUET UG અને NEET UGની એક્ઝામ ડેટની કરો નોટ
JEE Mains Exam
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 4:31 PM
Share

વર્ષ 2024માં JEE Mains CUET UG અને NEET UG પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે? NTA ટૂંક સમયમાં આ પરીક્ષાઓ સંબંધિત અપડેટ્સ જાહેર કરશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષાઓની તારીખો જાહેર કરવા માટે તૈયાર છે. શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મેન્સ જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં અને એપ્રિલના બીજા સપ્તાહમાં લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો : NEET, JEE અને UPSCમાં મેળવો સારો રેન્ક, આ એપ્સથી ઘરે બેઠા કરો સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી

એક મીડિયાના અહેવાલ મુજબ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામિનેશન – અંડરગ્રેજ્યુએટ એટલે કે CUET UG મેના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ શકે છે. જ્યારે NEET UG 2024ની પરીક્ષા 5મી મે 2024ના રોજ લેવામાં આવી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આવતા અઠવાડિયે JEE મેઈન્સની તારીખ જાહેર કરી શકે છે. આ વર્ષે 11 લાખ ઉમેદવારોએ JEE Mainsની પરીક્ષા આપી હતી. જ્યારે NEET UG 2023ની પરીક્ષામાં 20 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી.

નોંધી લો તારીખ

NTAના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર JEE (મેઈન) માટે નોંધણી અને પરીક્ષાની તારીખો આવતા સપ્તાહની શરૂઆતમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ અને એપ્રિલના બીજા સપ્તાહથી પરીક્ષાઓ લેવામાં આવશે. JEE મેઇન્સ માટેની એપ્લિકેશન વિન્ડો એપ્રિલમાં ફરીથી ખોલવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે CUET-UG ની ત્રીજી આવૃત્તિ મેના પ્રથમ સપ્તાહથી હાથ ધરવામાં આવશે, જે તારીખો 2023 થી લગભગ બે અઠવાડિયા આગળ વધારશે. જ્યારે NEET UG પરીક્ષા મેના પહેલા રવિવારે, 5મી મે 2024 ના રોજ લેવામાં આવી શકે છે.

CUET UGનું બે વાર સફળતાપૂર્વક થયું આયોજન

તમને જણાવી દઈએ કે આ વખતે CUET UG પરીક્ષા 6 તબક્કામાં લેવામાં આવી હતી. પરીક્ષા CBT મોડમાં લેવામાં આવી હતી. પરીક્ષા માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં CUET UGનું બે વાર સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. તેની ત્રીજી આવૃત્તિ 2024માં આયોજિત કરવામાં આવશે.

શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">