આ વર્ષથી MBBSનો અભ્યાસ હિન્દીમાં થશે, અમિત શાહે કહ્યું શું છે કારણ?

|

Sep 28, 2022 | 1:30 PM

આ વર્ષથી જ NEET દ્વારા MBBSનું શિક્ષણ હિન્દીમાં શરૂ થશે. ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી છે. આવું કરવા પાછળનો હેતુ શું છે?

આ વર્ષથી MBBSનો અભ્યાસ હિન્દીમાં થશે, અમિત શાહે કહ્યું શું છે કારણ?
This year MBBS will be studied in Hindi- Amit Shah

Follow us on

NEET UG કાઉન્સેલિંગ પહેલા મેડિકલ એડમિશન(Medical Admission)ની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સરકાર આ વર્ષથી જ હિન્દીમાં MBBSનો અભ્યાસ શરૂ કરવા જઈ રહી છે. આ જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) કરી છે. શાહે ગાંધીનગરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના નવા કેમ્પસના શિલાન્યાસ દરમિયાન આ માહિતી આપી હતી. આ સાથે ગૃહમંત્રીએ એ પણ જણાવ્યું કે હિન્દીમાં એમબીબીએસ કરાવવા પાછળ સરકારનો હેતુ શું છે. તે સ્પષ્ટ છે કે NEET કાઉન્સેલિંગ 2022 દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પણ આ વિકલ્પ મળશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે આ વર્ષે 16 ઓક્ટોબરથી છત્તીસગઢના બિલાસપુરમાં અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટીમાં MBBSનું શિક્ષણ હિન્દીમાં કરાવવામાં આવશે.

MBBSનો અભ્યાસ હિન્દીમાં શા માટે કરવો?

હિન્દીમાં MBBS નો અભ્યાસ કરવા પાછળનું કારણ શું છે? કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)એ માતૃભાષાને પ્રોત્સાહન આપ્યું છે. તે સમજાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી તેની માતૃભાષામાં વિચારી શકે છે, ત્યારે તે તે ભાષામાં વધુ સારી રીતે સંશોધન કરી શકે છે અને સમજી શકે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

શાહે કહ્યું કે ‘કેટલાક લોકોને આ વિચિત્ર લાગી શકે છે. પરંતુ હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે જ્યારે વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં વિચારી, બોલી અને વાંચી શકે છે, ત્યારે તેઓ તેમાં વધુ સારું સંશોધન પણ કરી શકે છે. ગોખીને શીખેલી વસ્તુમાં એ વાત કે મજા આવતી નથી. આ જ કારણ છે કે અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટીમાં MBBSનું પ્રથમ સેમેસ્ટર સંપૂર્ણપણે હિન્દીમાં હશે.

NEP માત્ર એક પુસ્તક નથી, તે એક સંપૂર્ણ પુસ્તકાલય છે: શાહ

National Education Policy ફાયદા ગણાવતા શાહે કહ્યું કે ‘NEP એ માત્ર એક પુસ્તક નથી, પરંતુ એક સંપૂર્ણ પુસ્તકાલય છે. જેમાં ભારતીય ભાષાઓ, કળા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે. તે જ સમયે, મોદીજીએ ટેક્નોલોજીની મદદથી લોકોની જીવનશૈલી સુધારવા માટે એક પહેલ કરી છે.

શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે કલોલમાં 750 પથારીની આદર્શ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અગાઉ ગુજરાતના યુવાનોને એન્જિનિયરિંગ અને મેડિકલના અભ્યાસ માટે તગડી ફી ચૂકવીને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિ બદલી અને હવે રાજ્યમાં 102 યુનિવર્સિટીઓ ચાલી રહી છે.

Next Article