દેશમાં શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઉપયોગી સાબિત થઈ શકે છે આફ્રિકાનું આ મોડલ

|

Jul 08, 2021 | 10:49 PM

શાળાઓની અછતને પૂરી કરવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવતા 14Trees નામના આફ્રિકી અફોર્ડેબલ હાઉસિંગ વેન્ચરે મલાવી દેશમાં દુનિયાની પહેલી 3D Printed School બનાવી છે.

દેશમાં શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઉપયોગી સાબિત થઈ શકે છે આફ્રિકાનું આ મોડલ
3D Printed School

Follow us on

ભારતમાં શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રકચર (Education Infrastructure)ને લઈ વર્ષોથી સમસ્યા છે, ત્યારે આફ્રિકાનું આ સ્કૂલ મૉડેલ સમસ્યાનું સમાધાન કરી શકે છે. કહેવાય છે કે આવશ્યકતા આવિષ્કારની જનની છે. આજના સમયમાં ટેક્નોલોજીએ દરેક કામને સંભવ કર્યુ છે. ત્યારે અત્યારે મામલો 3D પ્રિટિંગ વાળા સ્કૂલ (3D Printed School) સાથે જોડાયેલો છે. જેને લગભગ 18 કલાકમાં તૈયાર કરવામાં આવી છે. આ રીતે બનાવેલી સ્કૂલ શિક્ષણના ક્ષેત્રમાં મોટો બદલાવ લાવી શકે છે.

 

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

શાળાઓની અછતને પૂરી કરવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવતા 14Trees નામના આફ્રિકી અફોર્ડેબલ હાઉસિંગ વેન્ચરે મલાવી દેશમાં દુનિયાની પહેલી 3D Printed School બનાવી છે. આની ડિઝાઈન સ્ટૂડન્ટસ અને લોકોને ભણવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવે છે.

 

કલાસની ભારે અછત સાથે મલાવીમાં (Malawi) દુનિયાનું એજ્યુકેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. યૂનિસેફના અનુમાન અનુસાર પ્રાઈમરી સ્કૂલમાં અછતને દૂર કરવા માટે મલાવીને 36,000 નવા ધોરણોની આવશ્યકતા છે. આ માંગને પૂરી થવામાં 70 વર્ષ લાગી શકે છે. 14 Treesનું માનવું છે કે 3ડી પ્રિંટિંગ ટેક્નોલોજીથી આ સમસ્યાને માત્ર 10 વર્ષમાં દૂર કરી શકાય છે. આ સ્કૂલ મલાવીના સલી જિલ્લામાં સ્કૈચથી બનાવવામાં આવી હતી. દીવાલને ઉભી કરતા 18 કલાક લાગ્યા, 3ડી પ્રિંટેડ સ્કૂલને ત્યારે તામ્બે યામ્બે ક્ષેત્રના એક ગ્રામીણ સમુદાયમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

 

 

મલાવી(Malawi)માં એક પ્રાથમિક શિક્ષણ સલાહકાર જુલિયાન કુફાંગા, ચિંકદિલાએ એક ક્ષેત્રીય મીડિયા હાઉસને જણાવ્યુ કે પહેલા અમારી પાસે યામ્બે ક્ષેત્રમાં 12 સ્કૂલ હતી. હવે આ નવા 3ડી પ્રિટેન્ડ સ્કૂલ સાથે અમારી પાસે 13 સ્કૂલ છે. શિક્ષણ સપ્લાય વધારવા માટે હવે યામ્બે ક્ષેત્રમાં કુલ ચાર પ્રાઈમરી સ્કૂલની જરુરિયાત છે.

 

પરંતુ એક જિલ્લાના રુપમાં આપણે જરુરિયાતમંદોની સેવા માટે લગભગ 50 સ્કૂલની આવશ્યકતા છે. હું નવી ઈમારતથી પ્રભાવિત છું આનું સ્થાયિત્વ અને ડિઝાઈન સ્થાન અને સુવિધા પ્રદાન કરે છે. જે વિદ્યાર્થીઓ પાસે પહેલા નહોતું. ભણવું અને ભણાવુ હવે ક્લાસરુમની અંદર અને બહાર થઈ શકે છે. 

 

આ પણ વાંચો: PM MODI : ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખી દેશના યુવાનોને તૈયાર કરવાની જરૂર, ટેકનીકલ સંસ્થાઓને વડાપ્રધાનનું સંબોધન

Next Article