PM MODI : ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખી દેશના યુવાનોને તૈયાર કરવાની જરૂર, ટેકનીકલ સંસ્થાઓને વડાપ્રધાનનું સંબોધન

Technical Education in India : પીએમ મોદીએ કહ્યું કે આપણે શિક્ષણ, આરોગ્ય વ્યવસ્થા, કૃષિ, સંરક્ષણ અને સાયબર ટેકનોલોજી ક્ષેત્રે ભવિષ્યમાં સમસ્યાઓના ઉકેલો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઉપરાંત, ભારતીય ભાષાઓમાં ટેકનીકલ શિક્ષણની ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની જરૂર છે.

PM MODI : ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખી દેશના યુવાનોને તૈયાર કરવાની જરૂર, ટેકનીકલ સંસ્થાઓને વડાપ્રધાનનું સંબોધન
ટેકનીકલ સંસ્થાઓને વડાપ્રધાન મોદીનું સંબોધન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:07 PM

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના ટેકનીકલ શિક્ષણ સંસ્થાનોને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓના ડિરેક્ટર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ (Higher Education) અને ટેકનીકલ શિક્ષણ (Technical Education)ને બદલાતા વાતાવરણ અને ઉભા થતા પડકારો સાથે ગતિમાન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે દેશ અને સમાજની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેકનીકલ સંસ્થાઓએ પોતાનામાં પરિવર્તન, વૈકલ્પિક તત્વો તૈયાર કરવા અને નવા મોડેલો તૈયાર કરવાની જરૂર છે.

100 થી વધુ સંસ્થાઓના પ્રમુખો જોડાયા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં નવા શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, IIT બોમ્બે, મદ્રાસ, કાનપુર અને IISC બેંગ્લોર ડીરેક્ટર ઉપરાંત 100 થી વધુ ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓના વડાઓ જોડાયા હતા. વડાપ્રધાન મોદી(PM MODI)એ કોવિડ-19 ને કારણે ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા આ ટેકનીકલ સંસ્થાઓના સંશોધન અને વિકાસકાર્ય માટે આ સંસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આવનારા એક દાયકામાં આપણી ટેકનીકલ તથા રીસર્ચ અને ડેવલોપમેન્ટ સંસ્થાઓ મોટી ભૂમિકા ભજવશે.તેમણે ઝડપી ટેકનીકલ ઉકેલો પ્રદાન કરવા માટે યુવા ઇનોવેટર્સની પ્રશંસા પણ કરી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચોથી અદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખી યુવાનોને તૈયાર કરો વડાપ્રધાન મોદીએ ઉચ્ચ શિક્ષણ (Higher Education) અને ટેકનીકલ શિક્ષણ (Technical Education) સંસ્થાઓને કહ્યું કે ચોથી અદ્યોગિક ક્રાંતિ (Fourth Industrial Revolution) ને ધ્યાનમાં રાખી દેશના યુવાનોને તૈયાર કરવાની જરૂર છે. વડાપ્રધાને એક એવા શિક્ષણ મોડેલ અપનાવવા પર ભાર મૂક્યો જે વિદ્યાર્થીઓની જરૂરિયાતો અનુસાર શિક્ષણની તકો પૂરી પાડનારું હોય. તેમણે કહ્યું કે સસ્તું, ન્યાયી અને ગુણવત્તા આવા તત્વો શિક્ષણ મોડેલનું કેન્દ્ર હોવા જોઈએ.

વડાપ્રધાન મોદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉચ્ચ શિક્ષણમાં નોંધણી રેશિયોમાં થયેલા સુધારાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણનું ડિજિટલાઇઝેશન GER ને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાને આવી સંસ્થાઓ દ્વારા ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવા ઓનલાઇન બેચલર અને માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ જેવી પહેલની પ્રશંસા કરી હતી.

આગામી દાયકો ભારતની ટેક્નોલજીનો : પીએમ મોદી વડાપ્રધાને વધુમાં કહ્યું કે આપણે ભારતીય ભાષાઓમાં ટેકનીકલ શિક્ષણની ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની અને વૈશ્વિક જર્નલને પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતરિત કરવાની જરૂર છે. દેશની ટેકનોલોજી અને સંશોધન સંસ્થાઓ આગામી દાયકામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેને ભારતની ટેકનોલોજીનો દાયકો (Decade of Indian Technology) પણ કહેવામાં આવશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">