PM MODIના વિચારનો અમલ શરૂ : બનાસકાંઠાની સાળવી પ્રાથમિક શાળા સૌ-પ્રથમ શાળા જન્મદિન ઉજવણીનો શુભારંભ કરશે
આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૨ ના રોજ યોજાનાર શાળાના જન્મદિવસની ઉજવણીને અનુલક્ષી સાળવી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સુંદર રીતે શણગારવામાં આવી રહી છે.
બનાસકાંઠા : તાજેતરમાં ગુજરાતના પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM MODI) દ્વારા તમામ શાળાઓના જન્મદિવસની (SCHOOL BIRTHDAY) ઉજવણી થાય એવુ સુવિચારુ આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યુ છે. જેમાં શાળા જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
બનાસકાંઠાની લોકપ્રિય સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર (PALANPUR) સંલગ્ન શ્રીમતી એસ.સી.સાળવી અને શ્રીમતી એમ.એસ.સાળવી પ્રાથમિક શાળાના બાળકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને વધાવતા આ શાળાના જન્મદિવસ ઉજવણીનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૨ ના રોજ યોજાનાર શાળાના જન્મદિવસની ઉજવણીને અનુલક્ષી સાળવી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સુંદર રીતે શણગારવામાં આવી રહી છે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વાગડોદા વિશેષ ઉપસ્થિત રહેશે.
સમગ્ર ગુજરાતમાં શાળાના જન્મદિવસ ઉજવણી કાર્યક્રમની સૌપ્રથમ શરુઆત કરનાર પાલનપુરની સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળા ગુજરાતની પ્રથમ શાળા બનશે. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઇ પટેલ જણાવ્યું હતું કે વડાપ્રધાનના આહ્વાનને અમારી શાળાએ વધાવ્યું છે. અમારી શાળાની સ્થાપના 15 માર્ચ 1993 ના રોજ થઈ હતી. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન બાદ અમોએ શાળામાં શાળાજન્મોત્સવ ઉજવવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક શાળામાં શાળાના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Devbhumi Dwarka: મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ માટે તંત્રની તૈયારીઓ, પદયાત્રીઓ માટે કેટલાક જાહેરનામા અમલી
આ પણ વાંચો : Ahmedabad : ખેલ મહાકુંભ પૂર્વે સરદાર પટેલ સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી, લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા આતુર