PATAN : HNG યુનિવર્સિટીમાં ઉતર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ તૈયાર થયું

|

Jan 01, 2022 | 3:57 PM

નોંધનીય છેકે વડોદરાના સાવલીના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થપાવા જઇ રહી છે. જેમાં 5,759 સ્કવેર ફૂટમાં ફેલાયેલું ઇન્ડોર સ્ટેડિયમ પણ હશે.

PATAN : HNG યુનિવર્સિટીમાં ઉતર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ તૈયાર થયું
PATAN: The largest sports complex of North Gujarat has been completed in HNG University

Follow us on

પાટણ સ્થિત HNG યુનિવર્સિટીમાં ઉતર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ તૈયાર થઇ ગયું છે. કોરોનાના કારણે 2021માં જે સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું હતું તેનું કામ પૂર્ણ થઇ ગયું છે તે હવે વર્ષ 2022માં ખૂલ્લુ મુકાશે. 5200 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલ આ સ્પોર્ટસ સંકુલમાં તમામ પ્રકારની ઇન્ડોર રમતની સુવિધાઓ છે. આ સ્પોર્ટ સંકુલ 8.50 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે. આ સ્પોર્ટસ સંકુલમાં વોલિબોલ, બાસ્કેટ બોલ, લોન્ગ ટેનિસ, ખો-ખો, કબડ્ડી, ટેનિસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન સહિત તમામ ઇન્ડોર ગેમ્સ ઉપલબ્ધ છે.

HNG યુનિવર્સિટીમાં સ્પોર્ટસ સંકુલમાં આ સુવિધાઓ હશે

સ્પોર્ટસ સંકુલની સુવિધા જોઇએ તો, આ સંકુલમાં તમામ ઇન્ડોર ગેમ્સ રમી શકાશે, સંકુલમાં કસરત પ્રેકિટસ માટે ખાસ જીમ તૈયાર કરાયું છે, સંકુલમાં 100થી 800 પ્રેક્ષકોની બેઠક ક્ષમતાની વ્યવસ્થા કરાઇ છે.સ્પોર્ટસ સંકુલમાં આઉટ સાઇડની અંદર VIP પાર્કિંગ તેમજ કોમન પાર્કિગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ માત્ર ઉદ્ઘાટનની રાહ જોઇ રહ્યું છે. હાલમાં આ સ્પોર્ટસ સંકુલને યુનિવર્સિટીના બાંધકામ વિભાગે શારીરીક નિયામક કચેરી હસ્તક સોંપી દેવામાં આવ્યું છે.

કોરોનાના કારણે 2021માં જે HNGUમાં સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું હતું તેનું કામ પૂર્ણ થઇ ગયું છે

સાવલીના ડેસર ખાતે રાજયની પ્રથમ સ્પોર્ટસ યુનિવર્સિટી આકાર લેશે

અહીં નોંધનીય છેકે વડોદરાના સાવલીના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થપાવા જઇ રહી છે. જેમાં 5,759 સ્કવેર ફૂટમાં ફેલાયેલું ઇન્ડોર સ્ટેડિયમ પણ હશે. જ્યારે 2400 સ્કવેરફૂટનો પ્લેઈંગ એરિયા પણ તૈયાર કરવામાં આવશે. તેમજ આ યુનિવર્સિટી 2021ના જૂન મહિના સુધીમાં તૈયાર થઈ જાય એવા પ્રયાસો કરાયા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે આ કામ હાલ ધીમુ પડયું હતું. પરંતુ, 2022માં આ યુનિવર્સિટી તૈયાર થઇ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.  આ સ્પોર્ટ્સ્ યુનિવર્સિટી ‘સૌની યુનિવર્સિટી’ તરીકે ઓળખાશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ યુનિર્વસિટીના વાઇસ ચાન્સેલરે એક મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, હ્યુમન પર્ફોર્મન્સ લેબોરેટરી, ફિટનેસ ટેસ્ટિંગ લેબોરેટરી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી લેબોરેટરી બનાવાશે. તેમજ આ ઇન્ડોર-આઉટડોર સ્ટેડિયમ ધરાવતું કેમ્પસ તૈયાર કરવામાં આવશે. ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં બાસ્કેટ હોલ, કબડ્ડી, બેડમિન્ટન, બોક્સિંગ, હેન્ડ બોલ, જુડો, કરાટે, નેટ બોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ કોર્ટ હશે.

આ પણ વાંચો : Mehsana: કોરોનાનો દર્દી હોસ્પિટલમાંથી ભાગ્યો, ચાની કિટલી અને દુકાનોમાં બિન્દાસ ફર્યો, જાણો પછી શું થયુ ?

આ પણ વાંચો : દ્વારકામાં કોરોનાના નિયમો ભુલાયા, યાત્રિકોનુ ઘોડાપુર ઉમટ્યું

Next Article