Pariksha pe Charcha : કેવી રીતે દૂર કરવો પરીક્ષાનો તણાવ? PM મોદી ‘પરીક્ષા પે ચર્ચા’માં 38 લાખ વિદ્યાર્થીઓને આપશે તેનો ‘મંત્ર’
27મી જાન્યુઆરીએ Pariksha pe Charcha કાર્યક્રમનું આયોજન કરવામાં આવનારૂં છે. આ કાર્યક્રમ માટે રેકોર્ડ 20 લાખ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે. આ પ્રશ્નો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે.
Pariksha pe Charcha : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે 27 જાન્યુઆરીએ પરીક્ષા અંગે ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 લાખનો વધારો થયો છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓને પીએમ મોદી સાથે વાતચીત કરવાની તક મળશે. Pariksha pe Charcha કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સંબંધિત તણાવના મુદ્દાઓ પર વાત કરે છે.
આ પણ વાંચો : Pariksha Pe Charcha : PM મોદીની ધોરણ-10 બોર્ડ પરીક્ષા વિશે ટિપ્સ, તમને રાખશે ‘સુપર કૂલ’
પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ થઈ હતી
આ વર્ષે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ દેશભરમાં કરવામાં આવશે. પરિક્ષા પે ચર્ચા એ વાર્ષિક કાર્યક્રમ છે જેમાં પીએમ મોદી બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓને લગતા તણાવ અને અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. આ દરમિયાન પીએમ મોદી વિદ્યાર્થીઓના સવાલોના જવાબ પણ આપે છે. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી.
જેમાં 38 લાખથી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ
જો કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે શાળાના બાળકો માટે છે પરંતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લઈ શકશે. 2018માં શરૂ થયેલા આ પ્રોગ્રામમાં 20,000 વિદ્યાર્થીઓએ પ્રથમ નોંધણી કરાવી હતી. 2019માં આ સંખ્યા વધીને 1,58,000 થઈ ગઈ. જ્યારે 2020માં 3 લાખ, 2021માં 14 લાખ અને 2022માં 15.8 લાખ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. આ વર્ષે રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 38.8 લાખ થઈ ગઈ છે.
કાર્યક્રમ માટે 20 લાખ પ્રશ્નો મોકલવામાં આવ્યા
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં 2000 વિદ્યાર્થીઓ શારીરિક રીતે ભાગ લેશે. આ વર્ષે દેશભરમાંથી 20 લાખથી વધુ પ્રશ્નો આવ્યા છે, જે નિષ્ણાંતો, વાલીઓ, શાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે.
ઉચ્ચ શિક્ષણ નિયામક ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને પત્રો મોકલીને કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.